ન્યાય બદલાનું રુપ ધારણ કરે ત્યારે પોતાનું ચરિત્ર ગુમાવી બેસે છે: ચીફ જસ્ટિસ બોબડે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ચીફ જસ્ટિસ એસએ બોબડેએ ન્યાયના નામે કરવામાં આવતી હત્યાઓની ટીકા કરી છે. તેમના મુજબ જ્યારે ન્યાય બદલાનું રુપ છે ત્યારે તે તેનુ ચરિત્ર ગુમાવી બેસે છે. રાજસ્થાનના જોધપુરમાં શનિવારે એક કાર્યક્રમ દરમિયાન ચીફ જસ્ટિસે આ વાત કરી હતી. તેમની આ ટીકા એવા સમયે આવી છે, જ્યાં હૈદરાબાદ ગેંગેરેપ-મર્ડરના આરોપીઓનું તેલંગાણા પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. 

જસ્ટિસ બોબડેએ જણાવ્યું કે, ન્યાય ક્યારે પણ તરત જ નથી થઇ શકતો. ન્યાયે ક્યારેય પણ બદલાનું રુપ ન લેવું જોઇએ. 

કાર્યક્રમને સંબોધતા જસ્ટિસ બોબડેએ એમ પણ માન્યું હતું કે ભારતીય ન્યાય વ્યવસ્થામાં સુધારા કરવાની જરુર છે. તેમણે જણાવ્યું કે આ મામલે કોઇ શક નથી કે ન્યાયિક વ્યવસ્થામાં મોટા સુધારા કરવાની જરુર છે, મામલાઓમાં ન્યાય આપવા માટે સમય કેમ લાગી રહ્યો છે, આ મુદ્દે પણ વિચારણા કરવાની જરુરત છે. 
જસ્ટિટ બોબડે જણાવ્યું કે, ન્યાય પદ્ધતિ અને કેસોમાં નવી રીતથી નિર્ણય આપવામાં ઓછો સમય લઇ શકાય છે જેનાથી અદાલતનો સમય પણ બચી શકે છે. 

ઉલ્લેખનીય છે કે શુક્રવાર સવારે તેલંગાણામાં થયેલા એન્કાઉન્ટર દેશમાં બે મત છે. આ દમરિયાન તેલંગાણા પોલીસે દાવો કર્યો હતો કે, આરોપીઓ દ્વારા ભાગી છૂટવાના પ્રયત્નમાં તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો જેની જવાબી કાર્યવાહીમાં આરોપીઓ પોલીસના હાથે માર્યા ગયા. 

આ એન્કાઉન્ટર વિરુદ્ધ હોઇકોર્ટમાં તપાસ માટે અરજી કરવામાં આવી છે.