પંજાબઃ વિદેશથી પાછા ફરેલા 167 લોકો મળતા નથી, ચેક અપ કરાવવા તંત્ર શોધે છે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પંજાબના લુધિયાણામાં એક બે નહી પણ 167 શંકાસ્પદો લાપતા થઈ જતા સરકારમાં હડકંપ મચી ગયો છે.

એક જ શહેરમાંથી આટલા શંકાસ્પદ ગાયબ થવાના કારણે તંત્રના શ્વાસ અધ્ધ થઈ ગયા છે. એવુ કહેવાય છે કે, ગૂમ થયેલા 29નો પતો મળ્યો છે પણ બીજાની કોઈ ખબર નથી.

પંજાબના સ્વાસ્થ્ય વિભાગને એવા લોકોનુ લિસ્ટ મોકલાયુ હતુ જે હાલમાં જ પરદેશથી પાછા ફર્યા છે. હવે સરકાર આ લોકોને શોધી રહી છે. જેથી તેમને જો કોરોનાની અસર હોય તો આઈસોલેશનમાં રાખી શકાય. સ્વાસ્થ્ય વિભાગે આવા 17 લોકોને શોધી કાઢ્યા છે. બાકીના 167 લોકોનો પતો મળી રહ્યો નથી.

તેમની નહી શોધી શકવાનુ એક કારણ એ પણ હોઈ શકે કે તેમણે પાસપોર્ટમાં અલગ એડ્રેસ અથવા ટેલિફોન નંબર દર્શાવ્યો હોય.