વિશ્વભરમા કોરોનાને કારણે મૃતકોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. અમેરિકા જેવા વિકસીત દેશમા પણ કોરોના વાઇરસ કહેર વરસાવી રહ્યો છે. અમેરિકાના 52માંથી 50 રાજ્યમા કોરોના વાઇરસ ફેલાઇ ગયો છે. જેના કારણે અમેરિકામા જ 105 લોકો મોતને ભેટ્યા છે. આ વાઇરસથી લડવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે. અમેરિકાની અર્થવ્યવસ્થાને સરળ રીતે ચલાવવા 1 હજાર અબજ ડોલરનુ પેકેજ જાહેર કર્યુ છે.
ચીનના વુહાનમા 2 દિવસમા માત્ર 1 કેસ નોંધાયો
બીજી તરફ કોરોના વાઇરસનુ જન્મ કેન્દ્ર વુહાનમાં વિરોધાભાસ જોવા મલ્યો છે. શહેરમા બે દિવસમા ફક્ત 1 કેસ નોંધાયો છે. જેથી પરથી તારણ કાઢી શકાય છે કે, ચીનમાં પરિસ્થિતિ કાબુમા આવી રહી છે. જો કે, દેશમા કોરોના વાઇરસથી વધુ 11 લોકોની મૃત્યુ થવાના કારણે મૃત્યુઆંક 3,237 થઇ ગઇ છે. આ વાતની ખાતરી આપતા ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગેએ જણાવ્યુ કે, મંગળવારના રોજ દેશમાં 11 લોકો મૃત્યુ પામ્યા છે, તેમજ 13 નવા કેસ સામે આવ્યા છે.
દેશમાં 10ના કેસ સામે આવ્યાં, અત્યાર સુધી 148 સંક્રમિત, ત્રણના મોત
દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. નોએડામાં વધુ એક વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ આંકડો હવે 149થી ઉપર પહોંચી ગયો છે. તેમાં 124 ભારતીય અને 25 વિદેશી સામેલ છે. નોએડમાં ઇન્ડોનેશિયાથી પરત ફરેલા એક વ્યક્તિનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. નોએડામાં કોરોના વાઇરસનો આ ચોથો પોઝિટીવ કેસ છે.
વાઇરસથી બચવા માટે શહેરોને બંધ નહીં કરી શકાય: ઇમરાન ખાન
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યુ કે, કોરોના વાઇરસને અટકાવા માટે દેશ પશ્ચિમના દેશોની જેમ શહેરોને વ્યાપક પ્રમાણમા બંધ કરી શકે નહીં. તેમણે આ બાબતે પહેલા પણ વિચાર કર્યો હતો પરંતુ તે દેશની અર્થવ્યવસ્થાને વધુ નબળી પાડી શકે છે.
ગ્રાંડ પ્રિંસસ ક્રુઝ પરના ભારતીય ચાલકના દળના વહારે આવ્યુ દુતાવાસ
વોશિંગ્ટન સ્થિત ભારતીય દુતાવાસ કોરોના વાઇરસથી પ્રભાવિત ગ્રાંડ પ્રિંસેસ ક્રુઝ પર ભારતીયોના સતત સંપર્કમા છે. તેમજ જરુરી મદદ પૂરી પાડી રહ્યુ છે. ભારતીય દુતાવાસના રાજદૂતએ ટ્વિટ કરીને માહિતી આપી કે, અમે ગ્રાંડ પ્રિંસેસ પરના ચાલક દળના ભારતીયોના સ્વાસ્થ્યને લઇને સતત જહાજની કંપની અને અમેરિકાના અધિકારીઓ સાથે સંપર્કમા છીએ. કોરોના વાઇરસના કારણે ચાલક દળના બધા જ અધિકારીઓએ ફરજિયાત 14 દિવસ સુધી ક્વોરેન્ટાઇન (અલગ) રહેવુ પડશે.
ઈટલીમાં કોરોનાથી 2500 થી વધુના મોત
ઇટાલીમાં અત્યાર સુધી 2,500થી વધુ મૃત્યુ કોરોના વાયરસના કારણે થયા છે. મંગળવારે, ઈટાલીના આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર દેશમાં 2,503 લોકોના મોત અને જ્યારે લગભગ 31,506 કોરોનાગ્રસ્ત છે. હાલમાં, ઇટાલીમાં 26000થી વધુ કેસ પોઝિટિવ છે અને લગભગ 3,000 લોકો સાજા થઈ ગયા છે.
ત્રીજા સાંસદને ઓસ્ટ્રેલિયામાં ચેપ લાગ્યો
ઓસ્ટ્રેલિયામાં કોરના વાઇરસે હાહાકાર મચાવ્યેો છે. અહી ત્રીજા સાંસદને કોરોના પોઝિટિવ આવ્યો છે. મંગળવારે ન્યુ સાઉથ વેલ્સ પ્રાંતના સેનેટર એન્ડ્રયૂ બ્રેગે જણાવ્યુ હતું કે 6 માર્ચે એક મિત્રના લગ્નની પાર્ટીમાં હાજરી આપ્યા બાદ તેમનામાં ફલૂ જેવા લક્ષણો જોવા મળ્યા હતા. તપાસમાં તેમને ચેપ હોવાની ખાતરી થઈ હતી. લગ્નમાં ભાગ લેનારા ઓછામાં ઓછા છ મહેમાનોને પણ ચેપ લાગ્યો છે.
PM મોદીએ સાઉદી અરેબિયાના પ્રિન્સ સાથે ફોન પર વાત કરી
PM અનુસાર વાડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે ફોન પર વાતચીત. બંને દેશો વચ્ચે કોરોના વાયરસ અંગે ચર્ચા કરી છે.
કોરોના વાઇરસથી ભારતમા 3ના મોત, ત્રીજો તબક્કો વિનાશક બનવાની આશંકા
કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે અને આ આંકડો હવે 137થી ઉપર પહોંચી ગયો છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્રના પાટનગર મુંબઈમાં કોરોનાએ એક દર્દીનો ભોગ લીધો છે. કોરોનાના કારણે દેશમાં ત્રીજી વ્યક્તિનું જ્યારે મહારાષ્ટ્રમાં પ્રથમ વ્યક્તિનું મોત નીપજ્યું છે.આ અગાઉ દિલ્હી અને કર્ણાટકમાં પણ એક-એક દર્દીનાં મોત થઈ ગયા છે. દેશભરમાં કોરોનાનો પ્રસાર વધી રહ્યો છે તેવા સમયે દેશની અગ્રણી મેડિકલ રિસર્ચ સંસૃથા આઈસીએમઆરે ચેતવણી આપી છે કે દેશ કોરોનાના ત્રીજા તબક્કામાં પ્રવેશવા જઈ રહ્યો છે અને આ તબક્કો વિનાશક બનવાની આશંકા છે.
કોરોના વાઈરસના પ્રસારના ચાર તબક્કા છે. વિદેશમાંથી એક અથવા વધુ સંપર્કો ધરાવતી વ્યક્તિનું દેશમાં આગમન થતું હોય તેવી ઘટનાઓને પ્રથમ તબક્કો કહેવાય છે. બીજા તબક્કામાં કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી સ્થાનિક સ્તરે કોરોનાનો પ્રસાર થાય છે. ભારત હાલ આ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ત્રીજો તબક્કો કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો છે. કોરાનાનો પ્રસાર ધરાવતા દેશોનો પ્રવાસ ન કર્યો હોય અથવા કોરોના ધરાવતી વ્યક્તિના સંપર્કમાં ન આવી હોય તેવી વ્યક્તિને કોરોનાનું નિદાન થાય તો તેને કોમ્યુનિટી ટ્રાન્સમિશન એટલે કે કોરાનાનો ત્રીજો તબક્કો કહે છે.
દેશ હાલ કોરોના વાઇરસના બીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. જોકે, હાલમાં એમ કહી શકાય તેમ નથી કે ત્રીજો તબક્કો ક્યારે આવશે. જોકે, ત્રીજો તબક્કો સમાજમાં વ્યાપક સ્તરે કોરોનાના પ્રસારનો હોય છે. ભારતમાં કોરોનાનો ત્રીજો તબક્કો વિનાશક બનવાની આશંકા છે.