જે ઈમારતમાં આગ લાગી હતી તેના તમામ માળ પર ફેક્ટરી હતી, બીજા માળે આગ લાગી ત્યારે અંદર 100 લોકો હતા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

રાજધાનીમાં ફિલ્મિસ્તાન સ્થિત અનાજ મંડી વિસ્તારમાં રવિવારે લાગેલી ભીષણ આગમાં 44 લોકોના મોત થયા હતા. અહીં સાંકડી લગીમાં ચાર માળની ઈમારતના દરેક માળ પર પ્લાસ્ટીકનો સામાન અને બેગ બનાવવાની ફેક્ટરીઓ ચાલતી હતી. આગની લેપેટમાં આવી ગયેલુ આ મકાન 1,800 ફૂટના પ્લોટ પર બનેલુ છે. રવિવારે સવારે લગભગ 5:22 વાગે બીજા માળ પર આગ લાગી હતી અને ફક્ત 10 મિનિટમાં સમગ્ર ઈમારતમાં ફેલાઈ ગઈ હતી. આ ઘટના બની ત્યારે આશરે 100 લોકો આ ઈમારતમાં હતા અને મોટાભાગના સુઈ રહ્યા હતા. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમે ગ્રીલ તોડીને લોકોને બહાર કાઢ્યા હતા. આ લોકોને તાત્કાલિક LNJP, લેડી હોર્ડિંગ અને RML હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર પ્લાસ્ટીકના રમકડા બનાવવાની ફેક્ટરી હતી. દરભંગાના રહેવાસી મોહમ્મદ લાડલેએ ભાસ્કરને જણાવ્યું હતું કે જ્યારે બીજા માળે આગ લાગી ત્યારે લોકોએ બૂમો પાડવાની શરૂ કરી હતી. અમે ત્રીજા માળ પર હતા, અમે લોકો સીડીઓ મારફતે નીચે આવી રહ્યા હતા. પરંતુ મારો સાથી પરવેઝનો ભાઈ આદિલ ઉપર જ રહી ગયો હતો. પરવેઝ તેના ભાઈને બચાવવા માટે ઉપર ગયો પણ તે ન મળ્યો. ખૂબ જ દાઝી જતા હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો છે. ત્રીજા માળે રહેતા મોહમ્મદ શાહિદે જણાવ્યું હતું કે આગ લાગવાને લીધે અનેક લોકો નીચે આવી ગયા હતા, જેઓ બચી ગયા હતા. ઘટના સ્થળ પર રહેલા લોકોના મતે ફેક્ટરીઓમાં કામ કરનાર મોટાભાગના લોકો બિહારના ત્રણ જીલ્લા દરભંગા, મધુબની અને સમસ્તીપુરના રહેવાસી હતા.

ઘટના સ્થળ સુધી પહોંચવાનો માર્ગ સાંકડો હતો

ઘટના સ્થળ મુખ્ય માર્ગથી આશરે 150 મીટર અંદર છે. આ માર્ગ ઘણો સાંકડો છે. તેને લીધે એમ્બ્યુલેન્સ અને ફાયર ફાયટરના વાહનો એક-એક કરી અંદર મોકલવામાં આવી હતી. આ બિલ્ડિંગમાં ત્રણ કારખાના ચાલતા હતા. તેના માલિક વિશે હજું કોઈ જાણકારી મળી શકી નથી.

ફોરેન્સિક ટીમ ઘટના સ્થળ પર મોકલવામાં આવી, શોર્ટ સર્કિટની આશંકા

દિલ્હી પોલીસના PRO એમએસ રંધાવાએ જણાવ્યું હતું કે ફેક્ટરીમાં શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાની આશંકા છે. પ્લાસ્ટીક મટેરિયલ હોવાને લીધે વધારે ધૂમાડો થયો હતો. જેને લીધે શ્વાસ રુંધાતા લોકોના મોત થયા હતા. આ અંગે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે