કલમ 35એ પણ હટાવી લેવામાં આવી, લડાખને અલગ કરાયુ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

જમ્મુ કશ્મીરમાં પ્રવર્તતી કલમ 35 એને પણ હટાવી લેવાની ઔપચારિક જાહેરાત કરાઇ હતી અને લદાખને જમ્મુ કશ્મીરથી અલગ કરી દેવાની ઘોષણા પણ કરવામાં આવી હતી. આમ હવે જમ્મુ કશ્મીરની 370 અને 35એ બંને જોગવાઇ તત્કાળ અમલમાં આવે એ રીતે રદ કરાઇ હતી. રાષ્ટ્રપતિએ આ બંને બાબતો પર મંજૂરીની મહોર મારી હતી. જમ્મુ કશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યું. કેન્દ્રશાસિત પ્રદેશ બને એટલે આપોઆપ ખાસ દરજ્જો નાબૂદ થઇ જાય છે.