સરકાર દ્વારા કાશ્મીરને લઈને આપવામાં આવેલી એડવાઈઝરી અને કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં સુરક્ષા દળો તૈનાત કર્યા બાદ કાશ્મીરની સ્થિતિ તંગ બની છે. આ દરમિયાન સરકારે કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. નેશનલ કૉન્ફરન્સના અધ્યક્ષ ઉમર અબ્દુલ્લા અને પીડીપીના પ્રમુખ મહેબુબા મુફ્તીએ ઈન્ટરનેટ બંધ હોવાનો દાવો કર્યો છે. સૂત્રો મુજબ મહેબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાને નજરબંધ કરી દેવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીર સરકારના ઘણા અધિકારીઓ અને કર્મચારીઓને કર્ફ્યુ દરમિયાન ઑફિસ આવવા જવા માટે પાસ ઈશ્યુ કરવામાં આવ્યા છે.

