પીએનબી કૌભાંડના આરોપી નિરવ મોદીની જ્યુડિશયિલ કસ્ટડી 17 ઓક્ટો. સુધી વધી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

બ્રિટનની કોર્ટે બે અબજ ડોલરના પીએનબી કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં ભારતમાં વોન્ટેડ હીરાના ભાગેડું વેપારી નિરવ મોદીની જ્યુડિશિયલ કસ્ટડી વધારી ૧૭ ઓક્ટોબર સુાૃધી જેલમાં રાખવાનો આદેશ આપ્યો છે.

લંડનની જેલમાં બંધ ૪૮ વર્ષીય નિરવ મોદીને આજે વીડિયોલિંક મારફતે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જજ ડેવિડ રોબિનસને મોદીને જણાવ્યું હતું કે કોર્ટ આવતા વર્ષે ૧૧ાૃથી ૧૫ મે દરમિયાન પ્રત્યાર્પણની અરજી અંગે સુનાવણી કરવામાં આવશે.

આજે કોર્ટમાં થયેલી ટૂંકી સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન(સીબીઆઇ)ના અિાૃધકારીઓની ટીમ હાજર રહી હતી. બ્રિટનના કાયદા અનુસાર દરેક વિલંબિત પ્રત્યાર્પણની અરજી માટે દર ૨૮ દિવસે ટૂંકી સુનાવણી કરવી જરૃરી બને છે.

માર્ચમાં સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે નિરવ મોદીની ાૃધરપકડ કરી હતી અને ત્યારાૃથી તેને ઇંગ્લેન્ડની સૌથી ભીડવાળી વન્ડસવર્થ જેલમાં રાખવામાં આવ્યો છે. ભારત સરકાર વતી બ્રિટનની ક્રાઉન પ્રોસેક્યુશન સર્વિસ(સીપીએસ) આ કેસ લડી રહી છે.

નિરવ મોદીની ધરપકડ પછી તેના વકીલ આનંદ અને કલેર મોન્ટગોમેરીએ ચાર વખત જામીન મેળવવા માટેની અરજી કરી હતી પણ દરેક વખતે તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી.

છેલ્લે જૂન મહિનામાં નિરવ મોદીની જામીન અરજી ફગાવવામાં આવી હતી. આ અરજી ફગાવતી વખતે ન્યાયમૂર્તિ ઇનગ્રીડ સિમલરે જણાવ્યું હતું કે એવા પૂરતા પુરાવા છે કે જો એક વખત નિરવ મોદીને જામીન આપવામાં આવશે તો તે પોલીસ સમક્ષ સમર્પણ કરશે નહીં.

આ અગાઉની જામીન અરજીઓમાં પણ ન્યાયમૂર્તિઓ દ્વારા જામીન અરજી ફગાવી દેતી વખતે આ કારણ જ રજૂ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ૧૯ માર્ચ, ૨૦૧૯ના રોજ સ્કોટલેન્ડ યાર્ડના અિાૃધકારીઓએ પ્રત્યાર્પણ વોરન્ટના આાૃધારે નિરવ મોદીની ધરપકડ કરી હતી.