જમ્મૂ-કાશ્મીર મામલે ચાલી રહેલી અટકળો વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. રાષ્ટ્રપતિએ ફેરફાર પર મહોલ લગાવી છે. જમ્મૂ-કાશ્મીરમાંથી 370 કલમ હટાવવાના પ્રસ્તાવને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. જમ્મૂ-કાશ્મીર કેન્દ્ર શાસિત રાજ્ય બન્યું, લદ્દાખને જમ્મૂ-કાશ્મીરથી અલગ કરાયું. જમ્મૂ-કાશ્મીરમાં વિધાનસભા રહેશે. જમ્મૂ-કાશ્મીરમાં હવે તિરંગો લહેરાશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીરની પરિસ્થિતિને લઇને રાજ્યસભામાં જવાબ આપી રહ્યાં છે. અમિત શાહે કલમ-370 હટાવવા રાજ્યસભામાં પ્રસ્તાવ મુક્યો.જમ્મૂ-કાશ્મીરમાં કલમ-370 હટાવવા સંકલ્પ રજૂ કર્યો હતો જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. જો કે અમિત શાહે સંકલ્પ પત્ર રજૂ કરતાંની સાથે વિપક્ષો દ્વારા હોબાળો કરવામાં આવ્યો.
ઉલ્લેખનીય છે કે 72 વર્ષ બાદ કાશ્મીરનો ઇતિહાસ બદલાયો. જમ્મૂ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો મળ્યો. જમ્મૂ-કાશ્મીરમાંથી લદ્દાખને અલગ કરી દેવાયું. લદ્દાખ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો. જમ્મૂ-કાશ્મીરની વિધાનસભા રહેશે. આમ લદ્દાખ હવે જમ્મૂ-કાશ્મીરથી અલગ હશે.
જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે ભારતીય લોકતંત્રનો સૌથી કાળો દિવસ છે. ભારેત કાશ્મીર પર પોતાનો વાયદો ન નિભાવ્યો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે કાશ્મીર મામલે તમામ સવાલોના જવાબ આપીશ. જો કે અમિત શાહના નિવેદન બાદ રાજ્યસભામાં હોબાળો જોવા મળ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને કેબિનેટની બેઠક મળી હતી. જેમાં તમામ રાજ્યોને એલર્ટ આપવામાં આવ્યું હતું. અમિત શાહ કાશ્મીર મુદ્દાને લઇને રાજ્યસભા અને લોકસભામાં જવાબ આપશે. આ અગાઉ પીએમ મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને NSA અજિત ડાભોલ સાથે મુલાકાત કરી હતી.