ફિનલેન્ડની નવી વડાપ્રધાન માત્ર 34 વર્ષની, તસવીરો જોઈ વિશ્વાસ નહીં કરી શકો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

સના મારિન નામની 34 વર્ષની યુવતી યુરોપિયન દેશ ફિનલેન્ડની વડાપ્રધાન બનવા જઈ રહી છે. આ સપ્તાહે એ વડાપ્રધાન તરીકે શપથ લેશે ત્યારે એ દુનિયાની સૌથી નાની વયની પ્રાઈમ મિનિસ્ટર હશે. ફિનલેન્ડમાં અત્યારે સોશિયલ ડમોક્રેટિક પાર્ટીની સત્તા છે. આ પાર્ટીના એન્ટી રીન વડા પ્રધાન હતા. હવે તેમણે રાજીનામુ આપતા પક્ષે તેમના ઉતરાધિકારી તરીકે સનાની પસંદગી કરી છે. ફિનલેન્ડમાં અત્યારે પાંચ પક્ષોની ગઠબંધન સરકાર છે. આ પાંચેય પક્ષની પ્રમુખ મહિલા છે! દેશમાં ટપાલ કર્મચારીઓની હડતાલ ચાલી રહી હતી. એ હડતાલ અટકાવવામાં વડા પ્રધાન એન્ટી રીન નિષ્ફળ રહ્યા હતા. માટે સાથી પક્ષોએ તેમનું રાજીનામુ માંગ્યુ હતુ. પોતાનું કામ બરાબર ન કરી શકેલા એન્ટીએ રાજીનામુ આપી દેતાં તેમના સ્થાને સનાની નવા વડાં પ્રધાન તરીકે પસંદગી થઈ છે.2015માં સાંસદ તરીકે ચૂંટાઈ ત્યારે સનાની રાજકીય કારકિર્દી શરૂ થઈ હતી. એ પછી 2019માં તેમને કેબિનેટમાં સ્થાન આપી ટ્રાન્સપોર્ટ અને કમ્યુનિકેશન મિનિસ્ટર બનાવાયા હતા.

ચાર વર્ષના ટુંકા ગાળામાં તેઓ વડા પ્રધાન પદ સુધી પહોંચ્યા છે. ન્યુઝિલેન્ડના વડા પ્રધાન જેસિંડા 39 વર્ષના છે, જ્યારે યુક્રેનના નેતા ઓેલેક્સી 35 વર્ષના છે. સના એ બન્ને કરતાં પણ નાનાં છે. સનાનો ઉછેર ગરીબ અને સંઘર્ષમય પરિવારમાં થયો છે. સના તેના પરિવારમાંથી યુનિવર્સિટી સુધી પહોંચનારી પહેલી વ્યક્તિ હતી.

પાંચ મહિલાના હાથમાં દેશનું સંચાલન

ફિનલેન્ડમાં પાંચ પક્ષની સંગઠીત સરકાર છે. એમાંથી સોશિયલ ડેમોક્રેટિકના નેતા તરીકે સનાની પસંદગી થઈ છે. લેફ્ટ એલાયન્સનું નેતૃત્વ લી એન્ડરસો પાસે છે, જેઓ 32 વર્ષના છે. સેન્ટર પાર્ટીનું સંચાલન કાટ્રી કુલમુની કરે છે, જેઓ પણ 32 વર્ષના છે. ગ્રીન લીગ નામની પાર્ટી 34 વર્ષના મારિયા ઓહિસ્લો જ્યારે પિપલ્સ પાર્ટી ઓફ ફિનલેન્ડ 55 વર્ષના એના હેનિકસન સંભાળે છે.