આજનો દિવસ ભારતના બંધારણીય ઈતિહાસનો કાળો દિવસ છે: સોનિયા ગાંધી

મુખ્ય સમાચાર રાજકીય
રાજ્યસભામાં નાગરિકતા બીલ 2019 પાસ થવા પર કોંગ્રેસ અધ્યક્ષ  સોનિયા ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. સોનિયા ગાંધીએ કહ્યું છે કે, આજનો દિવસ ભારતના બંધારણીય ઈતિહાસનો કાળો દિવસ છે. તેમણે એક નિવેદન જાહેર કરી કહ્યું કે, આજે ભારતના ઈતિહાસનો કાળો દિવસ છે. નાગરિકતા સંશોધન બીલ પાસ થવું ભારતના બહૂસંખ્યકવાદ પર સંકુચિત માનસિકતા અને કટ્ટરપંથી શક્તિઓની જીતની ઓળખ છે.
તેમણે કહ્યું કે, આપણાં પૂર્વજ આઈડિયા ઓફ ઈન્ડિયાના જે આદર્શને લઈને ઊભા હતા, આ બીલ મૌલિકપણે તેની વિરુદ્ધ છે. આ બીલ આવા વિકૃત અને વહેંચાયેલા ભારતના નિર્માણની કોશિશ કરે છે, જ્યાં ધર્મ જ રાષ્ટ્રીયતાને નિર્ધારિત કરશે. તેમણે કહ્યું આપણા દેશનો તે ઈતિહાસ રહ્યો છે જ્યાં ઐતિહાસિકરૂપથી દરેક ધર્મો અને દરેક શર્ણાર્થીઓને નાગરિકતા આપવામાં આવતી રહી છે.
તેમણે કહ્યું કે, વિડંબના છે કે, આ બીલ ત્યારે પાસ થયું છે જ્યારે દેશ જ નહી પરંતુ સમગ્ર દુનિયા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી મનાવી રહી છે. કોંગ્રેસ પાર્ટી કહેવા માંગે છે કે, તે ભાજપની ધ્રુવિકરણની રાજનીતિની વિરુદ્ધ સતત લડતી રહેશે.