લોકસભા બાદ બુધવારે રાજ્યસભામાં પણ નાગરિકતા સંશોધન વિધેયક પાસ થઈ ગયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકતા સંશોધન વિધેયક પાસ થવાની ખુશી વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતની કરૂણા અને ભાઈચારા માટે આ ઐતિહાસિક દિવસ છે. મને ખુશી થઈ રહી છે કે, નાગરિકતા સંશોધન વિધેયક 2019 રાજ્યસભામાં પાસ થઈ ગયું છે. તે દરેક સાંસદોનો ધન્યવાદ જેમણે વોટ આપ્યો.
આ બીલ પાસ થયા બાદ ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, જેવું જ નાગરિકતા સંશોધન વિધેયક પાસ થયું, કરોડો પીડિત અને વંચિત લોકોના સ્વપ્ન સાચા થઈ ગયા. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભારી છું કે તેમણે પ્રભાવિત લોકોના આત્મસમ્માનની રક્ષા કરી. હું સૌનો આભાર માનું છું.

