મોદી છે એટલે જ મોંઘવારી અને બેકારી શક્ય છે: પ્રિયંકા ગાંધી

મુખ્ય સમાચાર રાજકીય

દિલ્હીમાં કોંગ્રેસની દેશ બચાવો રેલીમાં પ્રિયંકા ગાંધીએ ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા હતા.

પ્રિયંકા ગાંધીએ ઉન્નાવમાં રેપ પીડિતાને સળગાવવાના મામલાને ઉઠાવીને કહ્યુ હતુ કે, ન્યાયની આશામાં કોર્ટ જઈ રહેલી દીકરીને આરોપીઓએ સળઘાવી દીધી અને તે આખરે મોતને ભેટી હતી.તેના પિતાને રડતા જોઈને મને મારા પિતાની યાદ આવી ગઈ હતી. હું પણ 19 વર્ષની હતી જ્યારે મારા પિતાનો પાર્થિવ દેહ ઘરે આવ્યો હતો.

આ દેશની માટીમાં મારા પિતાનુ લોહી  ભળેલુ છે અને એ રેપ પીડિતાનુ લોહી પણ આ ધરતીમાં ભળેલુ છે.જે અત્યાચર થઈ રહ્યા છે તે રોકવાની આપણી જવાબદારી છે.

પ્રિયંકા ગાંધીએ કટાક્ષ કરતા કહ્યુ હતુ કે, ભાજપ છે તો આજે 100 રુપિયે કિલો ડુંગળી મળવી શક્ય બની છે.ભાજપ છે તો  45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી છે.ચાર કરોડ નોકરીઓ ખતમ થવી પણ શક્ય છે.

તેમણે કહ્યુ હતુ કે, આ દેશ એક અનોખા સ્વતંત્રતા સંગ્રામમાંથી પેદા થયો છે.આ દેશે અહિંસા અને પ્રેમ વડે દુનિયાના સૌથી મોટા સામ્રાજ્યને પરાજય આપ્યો હતો.એક યુવાનની આંખોના મજબૂત ભવિષ્યના સપના, ખેડૂતની મહેનત અને ફેક્ટરીઓમાં પરસેવો વહાવતા શ્રમિકથી દેશ ઘડાયો છે.