વેસ્ટ ઈન્ડિઝના સલામી બેટ્સમેન શાઈ હોપને વિશ્વાસ છે કે, ભારત સામે આજે બુધવારે બીજા વનડે દરમિયાન તેમના અમુક સાથી ખેલાડીઓની નજર ગુરૂવારે યોજાનાર આઈપીએલ નીલામી પર હશે, પરંતુ તેમનું લક્ષ્ય 2019માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનની યાદીમાં વિરાટ કોહલી અને રોહિત શર્માને પછાડવાનું છે. ત્યારે પહેલા મેચમાં સર્દી ફટકારનાર હોપને જ્યારે પુછવામાં આવ્યું કે, આઈપીએલ નીલામી તેમના મગજમાં છે ત્યારે તેઓએ જવાબમાં ના કહ્યું છે.
હોપએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે, અમુક ખેલાડીઓનું ધ્યાન તેના પર હશે, પરંતુ મારા માટે આ ગૌણ છે. અમે અહીંયા ભારત સામે સીરીઝ રમવા આવ્યા છીએ અને તેજ પ્રાથમિકતા છે. ત્યારે હોપ આ વર્ષે વનડે ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર યાદીમાં વિરાટ કોહલી (1292) અને રોહિત શર્મા (1268) ત્યાર બાદ ત્રીજા સ્થાન પર હોપ 1225 નું નામ છે.
હોપએ ઉમેર્યું કે, એક બોલરના રીતે તમે વધારે યોગદાન આપો છો અને જો તેનાથી ટીમ જીતે છે તો વધારે સંતોષ થાય છે. આશા છે કે, અમે તેમની પહેલી મુખ્ય વિકેટો જલ્દી લેશું અને અમે મોટો સ્કોર બનાવી શકીશુ. ચેન્નઈમાં પહેલા મેચ દરમ્યાન તેમનું ધ્યાન એક પણ વખત આઈપીએલ ફેંચાઈજીને પ્રભાવિત કરવા પર નથી ગયું. હું ટીમની જરૂરીયાત પ્રમાણે રમી રહ્યો હતો. અમારે 288 રનનો લક્ષ્યાંક મેળવવો હતો અને તે સામૂહિક પ્રયત્નથી જ શક્ય હતું. મારું કામ ટકી રહી રમવાનું હતું.
શિમરોન હેટમાયેર જેવા આક્રામક બેટ્સમેન સામે કોઈ પણ બેનુર થઈ શકે છે, પરંતુ હોપને જાણતા હતા કે, બંનેને વિપરીત અંદાઝમાં રમવું પડશે. હોપએ આગળ જણાવ્યુ કં, સામેની તરફ કોઈને આટલી સહજતાથી રમતા જોઈને આશ્ચર્ય થાય તે સ્વભાવિક છે, પરંતુ હું પોતે યાદ અપાવતો રહ્યો કે વિરોધી બોલરોને હાવી થવા દેવા નથી. સામેની તરફ કોઈ આક્રામક રમી રહ્યું હોઈ ત્યારે બીજાએ એક છેડો સંભાળી રાખવો પડે છે.

