અમદાવાદમાં ફેલાયેલી હિંસા મામલે અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ નિવદેન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે, હિંસાની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. શાહઆલમમાં કુલ 81 જેટલા ઈસમો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જેમાથી 49 જેટલા ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સીસીટીવીના આધારે પથ્થરમારો કરનારની ઓળખ કરી છે. અને આ તમામ ઈસમો વિરૂદ્ધ તોફાન અને હુમલાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વિરોધ પ્રદર્શન દરમ્યાન કેટલાક આગેવાનોના નામ સામે આવ્યા છે. રેલી માટે પોલીસની કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નહોતી, તેમ છતા રેલી કાઢવામાં આવી.. પોલીસ અને આરએએફ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે. આ ઉપરાત સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. જેમણે વિવાદિત ટિપ્પણી કરી છે તેની વિરૂદ્ધ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, શાંતિ સ્થાપિત કરવા માટે એસઆઆરપી અને આરએએફની ટીમની મદદ લેવામાં આવી રહી છે.

