ક્રિકબઝની દાયકાની વનડે ટીમના કેપ્ટન બન્યા વિરાટ કોહલી

ખેલ-જગત

ક્રિકેટની પ્રખ્યાત વેબસાઈટ ક્રિકબઝે વિરાટ કોહલીને પોતાની આ દાયકાની વનડે ટીમના કેપ્ટન બનાવ્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીને તેમ છતાં ટીમમાં જગ્યા મળી નથી પરંતુ રોહિત શર્માને જરૂર ઓપનર બેટ્સમેનની જવાબદારી છોપવામાં આવી છે.

આ ટીમમાં ભારતથી માત્ર બે ખ્લેઅડી છે. સાઉથ આફ્રિકાના ત્રણ ખેલાડીઓ અને ન્યુઝીલેન્ડના બે ખેલાડીઓને જગ્યા મળી છે. ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, બાંગ્લાદેશથી એક-એક ખેલાડીને પસંદ કરવામાં આવ્યા છે.

રોહિત શર્મા સાથે ઇનિંગની શરૂઆત કરવાની જવાબદારી સાઉથ આફ્રિકાના હાશિમ આમલાને છોપવામાં આવી છે. હાશિમ આમલા સિવાય તેમના દેશથી એબી ડી વિલિયર્સ અને લેગ સ્પિનર ઇમરાન તાહિરને આ ટીમમાં જગ્યા મળી છે.

બેટિંગમાં અનુભવને પસંદ કરવામાં આવી છે અને એટલા માટે ન્યુઝીલેન્ડ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રોસ ટેલરને પણ પોતાનું નામ જોવા મળ્યું છે. વિકેટકીપિંગની બાબતમાં ઇંગ્લેન્ડના જોસ બટલરને પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે, શાકિબ અલ હસનના રૂપમાં ટીમમાં એક ઓલરાઉન્ડર ખેલાડી છે.

ઝડપી બોલિંગ આક્રમણની જવાબદારી શ્રીલંકાના લસિથ મલિંગા, ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્ક અને ન્યુઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટને છોપવામાં આવી છે. સાઉથ આફ્રિકાના ઇમરાન તાહિર ટીમમાં એકમાત્ર નિષ્ણાંત સ્પિનર છે. તેમની મદદ કરવા માટે ટીમમાં શાકિબ અલ હસન પણ છે.