જ્યારે મેટરનિટી લીવ બાદ નવી માતાઓ કામ પર જાય છે તો આ સૂચનો તેમના માટે ઘણા ઉપયોગી હોઈ શકે છે. વાંચો
મેટરનિટી લીવ બાદ ફરીથી કામ પર પાછા ફરવુ ઘણી મહિલાઓ માટે ખૂબ તણાવપૂર્ણ હોય છે. ઘણા મહિના બાદ ફરીથી કામ પર જવુ એટલુ સરળ નથી હોતુ. આ ઉપરાંત મા માટે આ કોઈ રોકેટ સાયન્સ નથી. બાળકોને ઘરે મૂકીને જવા પર માને ઘણી બધી મુશ્કેલ ભાવનાઓમાંથી પસાર થવુ પડે છે જેના કારણે તેણે પોતાના કામ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં મુશ્કેલી થાય છે. બાળકના જન્મ બાદ સ્ત્રીના શરીરમાં ઘણા બધા ફેરફાર આવે છે જેનાથી માનસિક અસંતુલન આવવાની સંભાવના પણ થાય છે.
ઉપયોગી સૂચન
આખા દિવસના થાક બાદ ઘરે આવીને બાળક સાથે બધુ કરવુ પણ મહિલાના માથા પર વધુ ભાર આપે છે. તમે તમારા બાળક સાથે રમવા ઈચ્છો છો અને તેની સાથે સમય પસાર કરવા ઈચ્છો છો પરંતુ સાથે જ તમારે આગલા દિવસે કામ પર જવા માટે ફ્રેશ અનુભવવાની પર જરૂર હોય છે. બધુ એક સાથે કરવુ થોડુ મોટુ કામ હોઈ શકે છે. જ્યારે મેટરનિટી લીવ બાદ નવી માતાઓ કામ પર જાય છે તો આ સૂચન તેમના માટે ઘણુ ઉપયોગી હોઈ શકે છે.
કોઈ પણ અન્ય વાત પર ધ્યાન આપતા પહેલા પોતાના બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરો
જ્યારે તમે મેટરનિટી લીવ બાદ કામ પર પાછા જાવ છો ત્યારે તમારા મનમાં સૌથી પહેલા એ વિચાર આવે છે કે જ્યારે તમે ઘરે નહિ રહો ત્યારે તમારા બાળકની દેખરેખ કોણ કરશે. આના માટે તમારે પોતાના જીવનસાથી, પોતાના તપિતા કે સાસુ સસરા સાથે વાત કરવી જોઈએ કે તે તમારા બાળકની દેખરેખ રાખે. ઘણા ન્યુક્લિયર પરિવારોમાં ડે-કેર કેન્દ્રો દ્વારા અપાતી સેવાઓને સમજવી મુશ્કેલ હોઈ શકે છે. તમારો પ્લાન કંઈ પણ હોય, સૌથી પહેલા ધ્યાનપૂર્વક આના વિશે વિચારો જેમ કે બાળકની દેખરેખ માટે આયા રાખવા કે ડે-કેરમાં રાખવા માટે તમે આર્થિક રીતે સક્ષમ છો કારણકે તમારા પોતાના બાળકની જવાબદારી કોઈને બીજાને સોંપવી પડશે. કોઈના ઉપર પોતાના બાળકની જવાબદારી સોંપતા પહેલા સંપૂર્ણપણે સુનિશ્ચિત થાવ કે તે તમારા બાળકની દેખરેખ રાખવાં સક્ષમ છે કે નહિ જેથી તમે આરામથી તમારા કામ પર જઈ શકો.