લોટમાં ઉમેરો આ 1 ખાસ વસ્તુ, બધી જ રોટલી બનશે ફૂલીને દડા જેવી, સાથે-સાથે એકદમ સોફ્ટ પણ

આરોગ્ય

ગુજરાતીઓના ઘરમાં ફુલકા રોટલી તો ચોક્કસથી બનતી જ હોય છે. ગરમાગરમ શાક સાથે ફુલકા રોટલી મળી જાય તો ખાવાની મજા જ અલગ હોય છે. જોકે બધાંથી ફુલકા રોટલી બનતી નથી. રોજ બહુ પ્રયત્નો કરવા છતાં બધી રોટલીઓ તો ન જ ફૂલે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ કેટલીક ખાસ ટિપ્સ, જેની મદદથી તમારી બધી જ રોટલીઓ બનશે ફૂલીને દડા જેવી. ઉપરાંત એટલી સોફ્ટ બનશે કે, બે આંગળીથી પણ તૂટી જશે.

-લોટ બાંધતી વખતે તેમાં પાણીની સાથે દૂધનો ઉપયોગ કરવો જોઇએ.

-લોટ બાંધતી વખતે જેટલું પાણી લો એટલું જ દૂધ લેવું.

-લોટ બંધાઇ ગયા પછી 15-20 મિનિટ સુધી લોટને ઢાંકીને મૂકી દો.

-આ રીતે લોટ બાંધ્યા પછી રોટલી એકદમ સોફ્ટ બને છે અને ફૂલે પણ છે.

-આ લોટને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. ટ્રાવેલિંગમાં રોટલી લઈ જવી હોય તો આ રોટલી બેસ્ટ રહે છે. કલાકો બાદ પણ રોટલી ચવ્વડ નહીં બને.