હિટ ફિલ્મ `ગલી બૉય’માં આક્રમક યુવતી સફીનાના રોલ પર પ્રતિક્રિયા આપતાં અભિનેત્રી આલિયા ભટ્ટે જણાવ્યું હતું કે ફિલ્મોમાં દેખાઉં છું તેમ હું જાહેર જીવનમાં ઉગ્ર સ્વભાવની નહીં, પરંતુ શાંત સ્વભાવની છું. આલિયાએ તાજેતરમાં જ પોતાની કંપની શરૂ કરી હોઈ તે હવે નિર્માત્રી પણ બની ગઈ છે.
જોકે જ્યારે તે દિગ્દર્શનની કામગીરી સંભાળશે કે એવું પૂછવામાં આવ્યું તો આલિયાએ તેનો સ્પષ્ટ નનૈયો ભણ્યો હતો. `હું ફિલ્મોનું નિર્માણ કરીશ, પરંતુ એક પણ ફિલ્મનું દિગ્દર્શન નહીં કરું’ એમ તેણે જણાવ્યું હતું. આલિયા હાલમાં તેની બે ફિલ્મો `બ્રહ્માત્ર’ અને `કલંક’ના પ્રમોશનમાં વ્યસ્ત છે અને તાજેતરમાં તેણે કુંભમેળામાં બ્રહ્માત્રનો લોગો પણ લૉન્ચ કર્યો હતો.

