આ દેશમાં ભારતીય પ્રવાસીની ફ્રી એન્ટ્રી બંધ, હવે ફરવા માટે આટલા રૂ. ચૂકવવા પડશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ભારતના આ પાડોશી દેશે પ્રવાસીઓ માટેની ફ્રી એન્ટ્રી બંધ કરી દીધી છે. હવે અહીં આવનારા પ્રવાસીઓએ ફી ચૂકવવાની રહેશે. ત્યાંની સરકારે નિર્ણય લીધો છે કે ભારતથી આવનારા પ્રવાસીઓએ પ્રતિદિન 1200 રૂપિયા ફી આપવાની રહેશે. આ ફી માત્ર ભારત નહીં બલ્કે માલદીવ, બાંગ્લાદેશના પ્રવાસીઓએ પણ આપવાની રહેશે. આ ફી જુલાઈ 2020થી લાગૂ થશે. આ ફીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફી(SDF) કહેવામાં આવે છે. જેને સતત વિકાસ ફીના નામે લેવામાં આવશે.

ભારતના પાડોશી દેશ ભૂટાનમાં પ્રવાસીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેને જોઈને સરકારે આ નવી પ્રવાસી નીતિ હેઠળ નિર્ણય લીધો છે. ભારતથી આવનારા પ્રવાસીઓએ પ્રતિદિન 1200 રૂપિયા ફી આપવાની રહેશે.

બાળકો માટે છૂટઃ

ભૂટાન સરકારે આ નિર્ણયને ત્યાંની રાષ્ટ્રીય સદનમાં પાસ કર્યો છે. ભારતના મોટા ભાગના પ્રવાસીઓ ભૂટાનના પશ્ચિની ક્ષેત્રમાં ફરવા માટે જાય છે. જે ઘણો વિકસિત ક્ષેત્ર છે. જેને કારણે પ્રવાસીઓ ત્યાં જાય છે. ભૂટાન સરકાર તરફથી આ નિર્ણય પર્યટનને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો છે. ભારત, માલદીવ અને બાંગ્લાદેશથી આવનારા પ્રવાસીઓના બાળકો જેમની ઉંમર 5 વર્ષથી ઓછી છે તેમને કોઈ ફી આપવાની રહેશે નહીં. જ્યારે 6 થી 12 વર્ષના બાળકો માટે 600 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે.

ભારત વિદેશ મંત્રાલયનું આ બાબતે કહેવું છે કે, આ ફીને લઈને પાછલા ઘણાં મહિનાઓમાં ભૂટાન સરકાર સાથે ચર્ચા ચાલી રહી હતી. નવેમ્બર 2019માં જ્યારે ભૂટાનના વિદેશ મંત્રી ટાંડી દોર્જી ભારતની મુલાકાતે હતા ત્યારે તેમણે આ બાબતે ચર્ચા કરી હશે તેવું માનવામાં આવી રહ્યું છે.