જેતપુર-પોરબંદર મારા બાપનું ખેતર છે, નિવેદન પર મંત્રી જયેશ રાદડિયાએ સ્પષ્ટતા કરી

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

રાજ્ય સરકારમાં ભાજપના મંત્રી જયેશ રાદડિયાએ ભાજપ સામે જ મોરચો ખોલી દીધો હોવાની ચર્ચાઓ હતી, તેમને કહ્યું હતુ કે પોરબંદર અને જેતપુર મારા સ્વ.પિતા વિટ્ઠલભાઇ રાદડિયાનું ખેતર છે અને તેના પર અમારો જ કબ્જો છે, એક રીતે જેતપુર અને રાજકોટનું ગ્રુપ સહકારી સંસ્થાઓમાં જયેશ રાદડિયાની સામે ઉભું થઇ રહ્યું છે, કદાચ તેમને જ આ ચીમકી અપાઇ હતી, પરંતુ હવે મંત્રીજીએ કહ્યું છે કે મારો ઇશારો કોંગ્રેસ તરફ હતો, કોંગ્રેસને હું મારા મત વિસ્તારમાં ક્યારેય ઘૂસવા દઇશ નહીં. તેવું કહેવા માંગતો હતો, જો કે તેમની વાત પર વિશ્વાસ આવે તેમ નથી, કારણ કે હાલમાં ભાજપનું જ એક ગ્રુપ તેમની સામે તૈયાર થઇ રહ્યું છે અને તેની જાણ હોવાથી તેમને કદાચ ભાજપના જ નેતાઓને ચીમકી આપી છે.

બીજી તરફ રાદડિયાના પહેલા નિવેદન પછી કોંગ્રેસે કહ્યું હતુ કે નેતાઓ ભાજપથી નારાજ છે અને ભાજપમાં અંદરખાને બધુ બરાબર નથી, જો કે રાદડિયાના બીજી નિવેદન પછી કોંગ્રેસે ક્ષોભજનક સ્થિતીમાં મુકાવવું પડ્યું છે, પરંતુ એ ચોક્કસ છે કે ભાજપમાં અંદરો અંદર કંઇક રંધાઇ રહ્યું છે.