હવે નહીં ડૂબે આ બેન્કોમાં જમા કરાવેલા પૈસા, બજેટ પછી સરકારનો બીજો મોટો નિર્ણય

મુખ્ય સમાચાર

બેન્કોના ખાતાઓમાં (Bank accounts) સામાન્ય લોકોના પૈસાઓને સુરક્ષિત રાખવા માટે કેન્દ્રની મોદી સરકારે (Modi Government) પાંચ દિવસમાં બીજો મોટો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં (Modi Government Cabinet Decision) લેવાયેલા નિર્ણય પ્રમાણે હવે RBI જ દેશની કો ઓપરેટિવ બેન્કોને રેગ્યુલેટ કરશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં આવેલા પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો ઓપરેટિવ બેન્ક સંકટ (PMC Bank Crisis) પ્રમાણે સરકારે મોટું પગલું લીધું છે.

આ ઉપરાં નાણામંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister, Nirmala Sitharaman) બેન્કોમાં જમા રકમ માટે ડિપોજિટ ઈન્શ્યોરન્સ (Deposit Insurance)ની લિમિટને 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે. જો કોઈ બેન્કનું કોઈપણ કારણે દેવાળું ફુંકાય તો એ બેન્કમાં જમા રકમ ઉપર 1 લાખની જગ્યાએ 5 લાખ રૂપિયાનો વીમો મળશે.

એક સત્પાહમાં બીજો મોટો નિર્ણયઃ- પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, ડિપોજીટર્સ (બેન્ક ખાતાઓમાં પૈસા જમા કરાવનાર) માટે એક સપ્તાહમાં બીજો મોટો નિર્ણય કર્યો છે. પહેલો નિર્ણય કો-ઓપેટીબ બેન્કોને હવે RBI રેગ્યુલેટર કરશે.

જેને તબક્કાવાર લાગુ કરવામાં આવશે. જ્યારે બજેટમાં ડિપોજીટ ઈન્શ્યોરન્સની (Deposit Insurance) લિમિટને એક લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી 99 ટકા ડિપોજિટર્સને ફાયદો થશે.