જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાની હટાવી ભારત સાથે જોડવાના કેન્દ્રના નિર્ણય પછી કેન્દ્રીય રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ જમ્મુ-કાશ્મીરની તમામ ગ્રામ પંચાયતોને 15મી ઓગસ્ટના રોજ ત્રિરંગો ફરકાવવાની સલાહ આપી છે. રેડ્ડીએ આ નિવેદન મીડિયા સાથે વાતચીત દરમિયાન આપ્યું હતું.
બીજી તરફ પૂરી સંભાવનાઓ છે કે ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અવિનાશ રાય ખન્ના જમ્મુ-કાશ્મીરમાં ત્રિરંગો ફરકાવવાના કાર્યક્રમમાં ભાગ લેશે. પાર્ટીના સૂત્રો મુજબ અનુચ્છેદ 370 અને 35એને હટાવ્યા પછી રાજ્યમાં જનતાનો વિશ્વાસ જીતવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક સ્તરે લોકસંપર્ક સાંધીને તેમને 370 હટાવવાથી શું ફાયદા થશે તે અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી રહી છે. પાર્ટીએ જમ્મુમાં પંચાયતોમાં ત્રિરંગો ફરકાવવાની તૈયારી પણ કરી લીધી હોવાના અહેવાલ છે.

