કોરોનાને માત આપવા મુકેશ અંબાણીએ પત્ની સાથે પ્રગટાવ્યા દીવા, ‘Antilia’ પણ જગમગી ઉઠ્યું

મુખ્ય સમાચાર

વૈશ્વિક મહામારી કોરોના વાયરસને લડત આપવા માટે આખા દેશને એકજૂટ કરવા પીએમ નરેન્દ્ર મોદીએ ગઈકાલ એટલે કે રવિવારે રાતે 9 વાગે 9 મિનિટ સુધી ઘરની લાઇટો બંધ કરી દીવા, મીણબત્તી, ટોર્ચ, મોબાઇલની ફ્લેશલાઇટ પ્રગટાવવા કહ્યું હતું. પીએમ મોદીની આ અપીલને અનુસરતા ગઈકાલે આખું દેશ દીવાથી જગમગી ઉઠ્યું હતું. પીએમ મોદીની આ ઝુંબેશમાં દેશવાસીઓ સહિત દેશની જાણીતી હસ્તીઓએ પણ ભાગ લીધો હતો.

આ દરમિયાન દેશના દિગ્ગજ કારોબારી અને દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીએ પણ પોતાના ઘરે Antiliaમાં લાઇટ્સ ઓફ કરી પત્ની સાથે મળી દીવા પ્રગટાવ્યા હતા. જેથી Antilia દીવાના પ્રકાશથી જગમગી ઉઠ્યું હતું અને ખૂબ જ સુંદર લાગતું હતું. જેની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આપણે જણાવી દઈએ કે આ પહેલા કોરોના વાયરસ મહામારી સામે જંગમાં મુકેશ અંબાણીના નેતૃત્વવાળી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL) એ સરકારને મદદ રૂપ થવા 500 કરોડ રૂપિયાનું ફંડ આપવાની જાહેરાત કરી હતી. આ સિવાય કંપનીએ 5-5 કરોડ રૂપિયા મહારાષ્ટ્ર અને ગુજરાત મુખ્યમંત્રી રાહત કોષમાં પણ આપવાની વાત કહી હતી.