J&K: જમ્મુમાંથી 144 હટાવાઈ, ઈન્ટરનેટ પર પ્રતિબંધ યથાવત

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય બાદ જમ્મુ કાશ્મીરના જિલ્લાઓમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી હતી. હવે ત્યાં સ્થિતી સામાન્ય બની રહી છે. હવે જમ્મુમાંથી કલમ 144 હટાવી લેવામાં આવી છે. જો કે ઈન્ટરનેટ પર પ્રતિબંધ યથાવત છે. જમ્મુના ડેપ્યૂટી મેજિસ્ટ્રેટ સુષ્મા ચૌહાન પ્રમાણે કલમ 144ને જમ્મુ નગરની હદમાંથી હટાવી લેવામાં આવી છે. તમામ શાળા કોલેજો 10 ઓગસ્ટ એટલે કે આવતીકાલથી શરૂ થઇ જશે. જો કે અહીં ઈન્ટરનેટની સેવા પર હજૂ પ્રતિબંધ લગાવેલો યથાવત જ છે.

આ પહેલા જમ્મુ કાશ્મીરના અન્ય જિલ્લાઓમાંથી કલમ 144 હટાવી લેવામાં આવી હતી. આ અગાઉ તંત્રએ ગુરુવારે સાંબા અને ઉધમપુરમાં ખાનગી અને સરકારી શાળાઓ-કોલેજો શુકવારથી શરૂ કરી દેવાની જાહેરાત કરી દીધી હતી. ઉધમપુરના ડેપ્યૂટી કમિશ્નર પીયૂષ સિંગલા પ્રમાણે કલમ 144 અત્યારે લાગૂ છે પરંતુ કેટલાક વિસ્તારોમાં છૂટ આપવામાં આવી છે. દરેક વિસ્તારમાં નજર રાખેલી છે. બજાર સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી ખોલવામાં આવી છે.