જમ્મુ-કાશ્મીરને લઇને ભારત તરફથી કરવામાં આવેલા નિર્ણય પછી પાકિસ્તાને પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે અને સતત એક પછી એક ભારત વિરોધી નિર્ણય કરી રહ્યું છે. હવે પાકિસ્તાને પાકિસ્તાન-ભારત બસ સેવા પર રોક લગાવી દીધી છે. આ સાથે જ ભારત-પાકિસ્તાન વચ્ચે લાહોરથી નવી દિલ્હી વચ્ચે ચાલનારી બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ પહેલા પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસ અને થાર એક્સપ્રેસ રોકવાની જાહેરાત કરી દીધી હતી.
આ પહેલા કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસ રોકી દીધી હતી. પાકિસ્તાને પોતાના ડ્રાઇવર અને ટ્રેન ડ્રાઇવર અને ગાર્ડને સમજોતા એક્સ્પ્રેસ સાથે મોકલવાની ના કહી દીધી હતી. જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન કાશ્મીર મુદ્દા પર સતત માથુ મારી રહ્યું છે, જ્યારે ભારત સ્પષ્ટ શબ્દોમાં આને પોતાનો આંતરિક મામલો ગણાવી ચુક્યું છે. પાકિસ્તાને કાશ્મીરથી 370 હટાવવાનાં નિર્ણયને આંતરરાષ્ટ્રિય મુદ્દો બનાવી દીધો છે.
તો ખિજાયેલા પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસ બાo મુનાબાવ-ખોખરાપાર ટ્રેન સેવા રદ્દ કરી દીધી છે. આ સાથે જ થાર એક્સપ્રેસ રોકવાનો તેણે નિર્ણય કર્યો છે. રાજસ્થાનનાં જોધપુરથી થાર એક્સપ્રેસ પાકિસ્તાન જાય છે.

