વધુ એક મહિલાએ ગણેશ આચાર્ય પર શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો

દેશ-વિદેશ ફિલ્મ જગત મુખ્ય સમાચાર

બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય પર વધુ એક મહિલાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.  પહેલેથી જ એક મહિલાને જબરજસ્તીથી અશ્લિલ વીડિયો બતાવાવના મામલામાં તેના પર સંકટના વાદળો ઘેરાયેલા છે. બુધવારના રોજ રાષ્ટ્રીય મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવતા સીનિયર બેકગ્રાઉન્ડ ડાન્સરે જણાવ્યું કે ગણેશ આચાર્યએ 1990માં તેમનું શારીરિક શોષણ કર્યું હતું. 

શારીરિક સતામણીનો આરોપ લગાવનારી બેકગ્રાઉન્ડ ડાન્સરે મહિલા આયોગને લેખિતમાં ફરિયાદ આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ગણેશ આચાર્યએ 1990માં શારીરિક સંબંધ બાંધવા માટે મને મજબૂર કરી હતી. આ ઘટના 30 વર્ષ પહેલાની છે. અત્યારે મારા લગ્ન થઈ ચૂક્યા છે અને મારા બાળકો પણ છે તેમ છતા તે હજી પણ નથી સુધર્યો.

શારીરિક શોષણના આ નવો મામલો પ્રકાશમાં આવતા ગણેશ આચાર્યએ ફરી એક વખત પોતાના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. તેમનું કહેવું છે કે તેમની છબીને ખરાબ કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ અગાઉ તેની પૂર્વ મહિલા કોરિયોગ્રાફરે તેના પર અશ્લીલ વીડિયો જોવા માટે જબરજસ્તી કરવાનો આરોપ લગાવ્યો હતો. આચાર્ય અને તેના બે આસિસ્ટન્ટ વિરુદ્ધ આઈપીસીની કલમ  354 (A) (C) (D), 509, 504 અને 34 અંતર્ગત એફઆઈઆર દાખલ કરી હતી.