– કોંગ્રેસ ઉમેદવાર અલકા લાંબાએ AAPના કાર્યકર્તાને લાફો માર્યો. અલકા લાંબાએ કહ્યુ કે તે શખ્સે તેમના પુત્ર પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી.
– BJP ઉમેદવાર કપિલ મિશ્રાએ પણ મતદાન કર્યુ, કપિલ મિશ્રાએ ટ્વીટ કરી, સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા આપીને આવ્યા છીએ.
– PM મોદીએ ટ્વીટ કરી, દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાનનો દિવસ છે. તમામ મતદાતાઓને મારી અપીલ છે કે વધારેથી વધારે સંખ્યામાં
– લોકતંત્રના આ મહોત્સવમાં ભાગ લઈ અને વોટિંગનો નવો રેકોર્ડ બનાવો.
– પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ સવારે 10:30 વાગે નિર્માણ ભવન પોલિંગ બૂથ પર મતદાન કરવા પહોંચ્યા.
– કૃષ્ણા નગર વિધાનસભા બેઠક પરથી BJPના ઉમેદવાર ડૉ. અનિલ સિંહ મતદાન કરવા પહોંચ્યા.
દિલ્હી વિધાનસભા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયુ છે. તમામ 70 વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.
તંત્ર દ્વારા મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. મતદાનને લઇને દિલ્હીવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અનેક મતદાન મથકો પર લોકો વહેલી સવારથી જ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે.
મતદાનને લઇને રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષા કડક કરવાની સાથે શાહીનબાગ તથા અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં મતદાન કેન્દ્ર પર વધારાનો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દિલ્હીમાં કુલ એક કરોડ 47 લાખ 86 હજાર 382 મતદાર નોંધાયેલા છે.
આ ચૂંટણી મુકાબલમાં સતાધારી આમ આદમી પાર્ટી છે. ભાજપ તથા કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીયો જંગ છે. ચૂંટણી પંચે દાવો કર્યો છે કે તમામ ઇવીએમ ફૂલપ્રૂફ છે.
તેમાં કોઇ છેડછાડ થઇ શકે તેમ નથી. 70 વિધાનસભા બેઠકો પર કુલ 672 ઉમેદવાર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીની સુરક્ષા માટે કેન્દ્રી સશસ્ર પોલીસ દળની 190 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.