દિલ્હીમાં રેકોર્ડ બ્રેક ગરમી, 48 ડિગ્રી ઉંચા તાપમાને દિલ્હીને તપાવ્યું

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યો ગરમીનો પ્રકોપ સહન કરી રહ્યા છે. સ્કાઇમેટના વાઇસ પ્રેસિડન્ટ મહેશ પાલાવત મુજબ દિલ્હીનો પાલમ વિસ્તાર હાલ અસહ્ય સૌથી ઉંચા તામપાનનો શિકાર છે, જ્યાં તાપમાન લગભગ 48 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું છે. દિલ્હીમા પહેલી વાર રેકોર્ડ બ્રેક ગરમી નોંધવામાં આવી છે.

દિલ્હીમાં 9 જૂનનો દિવસ સૌથી ગરમ દિવસ પૂરવાર થયો હતો. જો કે દિલ્હીમાં સોમવારેનું તાપમાન 48 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. આ સિવાય રાજસ્થાનના ચુરુ શહેરમાં તાપમાન 50 ડિગ્રી નોંધવામાં આવ્યું અને વિતેલા કેટલાક દિવસોથી આ તાપામાન સતત વધી રહ્યું છે. ચુરુના સ્થાનીક લોકો મુજબ કામકાજના કલાકો પણ તાપમાન અનુસાર નક્કી થયા છે.

મોસમ વિભાગ મુજબ કોઇ પણ વિસ્તારમાં તાપમાન સતત બે દિવસ સુધી 45 ડિગ્રીથી ઉપર રહે તો ત્યાં લૂની ગંભીર સ્થિતિ જાહેર કરવામાં આવે છે. વિભાગ મુજબ લૂ મામલે દિલ્હી અતિ ગંભીર સ્થિતિમાં છે. બીજી તરફ 10 જૂન સુધી વરસાદ ન પડતા દિલ્હીના પ્રદૂષણમાં પણ ખૂબ જ વધારો થયો છે.