કોરોના વાયરસ (Coronavirus)નો ખતરો દુનિયાભરના દેશોમાં વધતો જઈ રહ્યો છે. અમેરિકા (America)માં કોરોના વાયરસ (COVID-19)થી દરરોજ મોતનો આંકડો વધતો જ જઈ રહ્યો છે. અહીં મોતનો આંકડો 12 હજારને પાર કરી ચૂક્યો છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ કોવિડ-19 મહામારીનો સામનો કરવા મામલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) પર નિશાન સાધ્યું છે. ટ્રમ્પે WHOને ચીનના હિમાયતી ગણાવતાં તેમનું ફન્ડિંગ રોકવાની ધમકી આપી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, WHOને અમેરિકાથી મોટાપાયે ફન્ડિંગ મળે છે. મેં ચીનના પ્રવાસ પર પ્રતિબંધ લગાવ્યો તો તેઓ મારાથી અસહમત હતા અને તેઓએ (WHO)એ મારી ટીકા કરી. તેઓ ઘણી બધી બાબતે ખોટા હતા. એવું લાગી રહ્યું છે કે તેમની ચીન તરફ વધુ ધ્યાન છે. અમે WHO પર ખર્ચ થતી રકમ પર રોક લગાવવા જઈ રહ્યા છીએ.

