ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારોમાં સ્વયંભૂ સોશિયલ ડિસ્ટન્સ, લોક ડાઉન અસરકારક

ગુજરાત મુખ્ય સમાચાર

ગાંધીનગર શહેર સહિત જિલ્લાના ગામડાઓમાં પણ લોકડાઉન અમલીકરણ અસરકારક જોવા મળી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં નોવેલ કોરોના વાયરસની બિમારી અંગેનો ભય કે જાગૃત્તિ જે હોય, તેમ છતાં શહેર કરતાં પણ ખૂબ જાગૃત્તા સાથે ગ્રામજનો લોક ડાઉનની અમલવારી કરી રહ્યાં છે. નોવેલ કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં તા. ૨૪મી માર્ચથી લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું હતું. લોક ડાઉન અંગેની સમજ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ વિસ્તૃત રીતે સમજ આપી ગામના સરપંચ, તલાટી અને અન્ય અગ્રણીઓના સહકાર લઇ ગ્રામજનોને જાગૃત કર્યા હતા. આજે દેશ અને પોતાના ગામને આ મહાબિમારીથી બચાવવા માટે ધણી સારી રીતે ગાંધીનગર જિલ્લાના ગામડાઓમાં લોક ડાઉનની અમલવારી થઇ રહી છે.

સવારના સમયે પોતાના પશુઓને ઘાસચારો નાખતાની સાથે જ સ્વચ્છતાની સાથે ગામની મહિલાઓ પોતાની દૈનિક પ્રવૃત્તિમાં જોડાઇ જાય છે. સવાર – સાંજ બંને ટાઇમ દૂધ મંડળીમાં દૂધ ભરાવવા માટે જતી મહિલાઓ અને પુરૂષો સુવ્યસ્થિતિ રીતે સોશિઅલ ડિસ્ટન્સ રાખી લોક ડાઉનની અલમવારી કરી રહ્યાં છે અને ક્રમનુસાર દૂધમંડળીમાં દૂધ ભરાવે છે.