રાજ્યમાં 105 નવા કેસ નોંધાયા, અમદાવાદમાં 42 અને સુરતમાં 35 નવા કેસ, કુલ કેસ 871 થયાઃ જયંતિ રવિ

ગુજરાત મુખ્ય સમાચાર

રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં 105 નવા કેસ થયા છે. જેમાં 42 અમદાવાદમાં, 35માં સુરત કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 871 પોઝિટિવ કેસ થયા છે. રાજ્યમાં કુલ 64 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે ત્રણ નવા મોત સાથે મૃત્યાંક 36 થયો છે. રાજ્યમાં 24 કલાકમાં 2971 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે અત્યારસુધીમાં 20204 ટેસ્ટ થયા હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે.

કોરોના સંભવિત-સંક્રમિતના સંપર્કમાં આવનાર માટે WHOની ગાઈડલાઈન

> જેમને પણ કોરોનાના લક્ષણો દેખાય અથવા જેમનો ટેસ્ટ કરાયો હોય અને રિઝલ્ટ બાકી હોય તેમણે જાહેરમાં સંપર્કમાં આવવાનું ટાળવું.

> કોરોના પોઝિટિવ રિપોર્ટ આવે તે દર્દીના સંપર્કમાં આવનારા તમામ લોકોને ક્વોરન્ટીન કરવા અને તેમના પણ ટેસ્ટ કરાવવા.

> જેમનો પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હોય તેમણે રિઝલ્ટ ન આવે ત્યાં સુધી કોઈને સ્પર્શ ન કરવો, 1 મીટરથી નજીકના દાયરામાં ન જવું

> કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેવા દર્દીને 14 દિવસ સુધી કોવિડ હોસ્પિટલમાં સંપૂર્ણ આઈસોલેશનમાં રાખવા.

> તમામ હળવા કેસને આરોગ્ય સુવિધામાં ન લઈ જઈ શકાય તો જોખમી પરિબળોના આધારે તેમને ઘરે કે અન્ય સ્થળે ક્વોરન્ટીન કરવા.

જે પણ લોકો કોરોના પોઝિટિવ દર્દીના રૂબરૂ સંપર્કમાં આવ્યા હોય તેમણે 14 દિવસ દરમિયાન રિપિટ કોરોના ટેસ્ટ કરાવવા.

મુખ્યમંત્રી સેલ્ફ આઈસોલેટ
ઈમરાન ખેડાવાલા સાથે ગઈકાલે થયેલી મિટિંગ અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે  CM વિજય રૂપાણી પોતાના ગાંધીનગર સ્થિતિ મુખ્યમંત્રી આવાસ બંગલા નંબર 26માં સેલ્ફ આઈસોલેટ થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ શહેરના ધારાસભ્યો ઇમરાનભાઇ ખેડાવાલા, ગ્યાસુદીન શેખ અને શૈલેષ પરમાર સાથે ટેલિફોનિક વાતચીત કરી તેમના ખબરઅંતર લીધા છે. ગ્યાસુદિન શેખ અને શૈલેષ પરમાર પણ આઇસોલેશનમાં છે.

કેબિનેટની બેઠકમાં 21ના લોક ડાઉનના રિલેક્સેશનની ચર્ચા
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે,મીટિંગોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય છે. સંક્રમણ ના થાય તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. સીએમ અને ખેડાવાલા વચ્ચે મીટિંગમાં 15થી 20 ફૂટનું અંતર હતુ. મીટિંગ પણ લાબી ચાલી નથી. એક્સ્પોઝર થયું નથી. અમદાવાદના કોટ વિસ્તારમાં સંખ્યા ન વધે તે માટે નિર્ણય લેવા બોલાવાયા હતાં. આજે ડો. આર કે પટેલ અને ડો અતુલ પટેલે આરોગ્યનું પરીક્ષણ કર્યું છે. સીએમ સ્વસ્થ છે. બપોરે ચાર વાગ્યે મળનારી કેબિનેટની મિટિંગમાં વિડિયો કોન્ફરન્સિંગથી હાજરી આપશે. આ પહેલાના બે બુધવારે વિડિયોના માધ્યમથી કોન્ફરન્સ થઇ હતી. અક અઠવાડિયું સીએમ કોઇની સાથે મુલાકાત નહીં કરે. આધુનિક સાધનોથી સીએમ બધાની સાથે સંપર્ક કરી કામ કરશે. આજની કેબિનેટની બેઠકમાં 21ના લોક ડાઉનના રિલેક્સેશનની ચર્ચા થશે.