ખેડૂતોને સમયસર પાક વીમાની રકમ ના ચૂકવાતા રાજ્યના કૃષિ વિભાગે એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને બ્લેક લિસ્ટ કરી છે.વર્ષ 2017માં બનાસકાંઠાના પીડિત ખેડૂતોને સમયસર પાક વીમાની રકમ ચૂકવાઈ નહોતી. આ મામલે ભારત સરકારે પણ મધ્યસ્થી કરી વીમા કંપનીને રકમ ચૂકવી દેવા જાણ કરી..પરંતુ કંપની દ્વારા બિનજરૂરી પુરાવાઓ અને દલીલો કરીને રકમ ચૂકવવામાં આનાકાની કરાતી હતી. આખરે રાજ્યના કૃષિ વિભાગે એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને બ્લેક લિસ્ટ કરી છે.

