સરકારે ફ્યૂએલ રિટેલીંગ વ્યવસાય માટે નિયમ સરળ કર્યા છે. નોન આઇલ કંપનીઓ મતલબ કે એવી કંપનીઓ જે ફ્યૂએલના વ્યવસાયમાં નથી તે પણ હવે પેટ્રોલપંપ ખોલી શકશે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બુધવારે આ નિર્ણય લેવામાં આવ્યો. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે તેનાથી રોકાણ અને પ્રતિસ્પર્ધા વધશે.
કેબિનેટે ટ્રાન્સપોર્ટિંગ ફ્યૂઅએલની માર્કેટિંગની ગાઇડલાઇન્સની સમીક્ષા મંજૂર કરી છે. દેશમાં ફ્યૂએલ રિટેલ લાઇસન્સ માટે અત્યારે હાઇડ્રોકાર્બન એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન, રિફાઇનિંગ, પાઇપલાઇન્સ અથવા એલએનજી ટર્મિનલમાં 2 હજાર કરોડ રૂપિયાના રોકાણની શરતો લાગૂ છે. 250 કરોડ રૂપિયાના ટર્નઓવર વાળી કંપનીઓ ફ્યૂએલ રિટેલ વ્યવસાયમાં આવી શકે છે. 5 ટકા આઉટલેટ ગ્રામ્ય વિસ્તારોમાં ખોલવા પડે છે.
દેશના 65 હજાર પેટ્રોલપંપોમાં અત્યારે મોટાભાગના સરકારી કંપનીઓ- ઈન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમના છે. રિલાયન્સ, ન્યારા એનર્જી(જે પહેલા એસ્સાર હતું) અને રોયલ ડચ શૈલ જેવી પ્રાઇવેટ કંપનીઓની ઉપસ્થિતિ ઘણી ઓછી છે. રિલાયન્સના લગભગ 1400 આઉટલેટ છે. નાયરાના 5344 જ્યારે શેલના માત્ર 160 પંપ છે.