ચીન સામે યુરોપ-પશ્ચિમી દેશો થયા એક, કોરોનાને કારણે ચીન વિશ્વભરમાં થયું બદનામ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

જીવલેણ કોરોના વાયરસની શરૂઆત ચીનથી થઈ હતી, ત્યાર બાદ આ વાયરસનો ફેલાવો વિશ્વભરમાં ફેલાયો છે. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે હવે ચીન પર સમગ્ર વિશ્વની નજર છે, જર્મની, અમેરિકા બાદ અન્ય દેશોએ પણ ચીનને વાઇરસના કારણે ઘેર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી હતી કે જો કોરોના વાઇરસ માટે ચીન જવાબદાર ઠર્યું તો તેણે બહુ જ ગંભીર પરીણામ(corona) ભોગવવા પડશે. ઓસ્ટ્રેલિયાએ પણ વાઇરસ મુદ્દે ચીનની આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ થાય તેવી માગણી કરી છે.

જીવલેણ કોરોના વાયરસની શરૂઆત ચીનથી થઈ શરૂઆત

બીજી તરફ ચીન હવે વિશ્વના દેશોમાં મેડિકલ સામાન મોકલીને પોતાનો લુલો બચાવ કરવાનો પ્રયાસ કરવામાં લાગી ગયુ છે અને કોરોના વાઇરસ ફેલાતા જે છાપ ખરડાઇ છે તેને સુધારવાના પ્રયાસો કરી રહ્યું છે.નિષ્ણાંતોના મતે કોરોના વાયરસને કારણે ચીનની છાપ સમગ્ર વિશ્વમાં ખરડાઇ ચુકી છે. જેમાંથી બહાર આવવામાં ચીનને વર્ષો લાગી શકે છે. ચીનના તમામ દેશો સાથેના સંબંધો હવે નબળા પડવા લાગ્યા છે.

ચીન હવે વિશ્વના દેશોમાં મેડિકલ સામાન મોકલીને પોતાનો લુલો બચાવ કરવાનો પ્રયાસ

બ્રિટનમાં પણ ચીન વિરુદ્ધ લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. બ્રિટનના વિદેશ પ્રધાને કહ્યું છે કે ચીને વિશ્વને જણાવવું પડશે કે આ વાઇરસ કેવી રીતે ફેલાયો અને તેને રોકવા માટે શું કરી શકાય પણ ચીન અત્યાર સુધી મૌન રહ્યું છે. યુરોપ અને ઓસ્ટ્રેલિયાની સરકારોએ આર્થિક દાવા ઠોક્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે ચીનને આવનારા દિવસોમાં બહુ મોટુ પરિણામ ભોગવવું પડી શકે છે. આ દેશો ચીન સાથેનો આર્થિક વ્યવહાર પણ તોડી શકે છે.