દુનિયાને ટોમ એન્ડ જેરીથી પેટ પકડીને હસાવનાર જિન ડિચનું નિધન, પ્રાગમાં લીધા અંતિમ શ્વાસ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દુનિયાને એનિમેશનની તાકાતથી રૂબરૂ કરાવનાર ઓસ્કાર વિજેતા કાર્ટૂન પાત્રો ટોમ એન્ડ જેરીના ઈલસ્ટ્રેટર, પોપય ધ સેલર મેન અને મુનરો જેવી કાર્ટૂન ફિલ્મના નિર્દેશક-નિર્માતા જિન ડિચનું 95 વર્ષની વયે નિધન થયું છે. જિન ડિચ એનિમેટર, પ્રોડ્યુસર અને ખુબજ શાનદાર ફિલ્મ ડાયરેક્ટર હતા.

જિનના પ્રખ્યાત કાર્ટૂન કેરેક્ટર્સ ટોમ એન્ડ જેરીના કારણે ખુબજ લોકપ્રિયતા મળી. આ સિવાય ફિલ્મ મુનરોના બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ નિર્દેશક-નિર્માતા તરીકે ખુબજ પ્રસિદ્ધિ મેળવી હતી. એનિમેટેડ શોર્ટ ફિલ્મ માટે 1960માં એકેડમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડિચ બીજી વખત 1964માં આ એવોર્ડ માટે નોમિનેટ થયા હતા.

જિન ડિચ 16 એપ્રિલે ઝેક રિપબ્લિકની રાજધાની પ્રાગમાં તેમના એપાર્ટમેન્ટમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. અગાઉ તેઓ ઉત્તર અમેરિકામાં સેનામાં કાર્યરત હતા. તેઓ પાઈલોટોને તાલીમ આપવાનું અને સેના માટે ડ્રાફ્ટમેન તરીકે કામ કરતા, પરંતુ આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓને પગલે 1944માં તેમને સેનામાંથી નિવૃત્ત કરાયા હતા. બાદમાં તેઓ એનિમેશન ક્ષેત્ર સાથે જોડાયા. ટોમ એન્ડ જેરી જેવા મહાન કાર્ટૂન પાત્રો સર્જવાની પ્રેરણા તેમને ક્યાંથી મળી હતી, એ વિશે તેમણે એક ઈન્ટરવ્યૂમાં વાત કરી હતી.

ટોમ એન્ડ જેરીના 13 એપિસોડનું ડિરેક્શન કર્યુ
જિન ડિચનો જન્મ 8 ઓગસ્ટ 1924માં શિકાગોમાં થયો હતો. તેઓ 1959માં પ્રાગ પહોંચ્યા હતા. અહીં તેઓ ફક્ત 10 દિવસ વિતાવવા આવ્યા હતા, વીધીને કઈ બીજુ જ મંજુર હતુ જુડેન્કો સાથે પ્રેમ થઈ જતા જિન ડીચે પોતાનું નવુ ઘર ચેકોસ્લોવાકિયામાં જ બનાવી લીધુ.

ત્યાર બાદ જિન ડિચે ટોમ એન્ડ જેરીના 13 એપિસોડનું ડિરેક્શન કર્યુ. તેમણે પોપાય ધ સેલર સીરીઝમાં કેટલાક એપિસોડ ડિરેક્ટ કર્યા. જિને 1989માં ચેકોસ્લોવાકિયા અને ચેકમાં કમ્યુનિસ્ટ વિરોધી ક્રાંતિ થયા પછી પ્રાગમાં જ રહેવાનો નિર્ણય કર્યો. એનિમેશનમાં પોતાનો અતુલ્ય ફાળો આપવા બદલ 2004માં જિનને Winsor McCay એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.