રામ મંદિરના ચુકાદા પહેલા દરેક રાજ્યોમાં એડવાઈઝરી જાહેર કરવામાં આવી,અયોધ્યા પર ડ્રોનથી નજર રાખવામાં આવશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા અયોધ્યા તંત્ર પહેલેથી જ તૈયાર છે. પાંચકોષી પરિક્રમાને લઈને અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. ડ્રોનથી સમગ્ર અયોધ્યા શહેર પર નજર રાખવામાં આવી રહી છે.

અયોધ્યાને લઈને સ્થાનિક કમિટી દ્વારા શાંતિ કમીટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ કમિટી દરેક જિલ્લાના ગામડાઓમાં જઈને શાંતિ અને પ્રેમ બનાવી રાખવા માટે અપીલ કરશે. બહારના જિલ્લામાં ડઝનોની સંખ્યામાં અસ્થાયી રૂપે જેલ પરિસરોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

સ્કુલ અને ખાનગી બિલ્ડીંગને અસ્થાયી જેલ માટે પસંદગી કરવામાં આવી છે. અયોધ્યાને લઈને દરેક વિસ્તારમાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

ગૃહ મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું, સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસનો નિર્ણય જોતા ગૃહમંત્રાલયે દરેક રાજ્યોમાં એક એડવાઈઝરી મોકલી છે. દરેક રાજ્યોમાં નિર્ણયને લઈને એલર્ટ રહેવા માટે નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે. ગૃહમંત્રાલયે સુરક્ષા માટે અર્ધસૈનિક દળોની 40 કંપનીઓ મોકલી છે. જેમાં 40 કંપનીઓમાં 4000 પેરા મિલિટરી ફોર્સના જવાન પણ સામેલ છે.

બીજી તરફ,અયોધ્યા ભૂમિ વિવાદના નિર્ણયની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે.  સુનવણી પુરી થયા બાદ દરેક પક્ષના વકીલોના દાવા અને પુરાવાની તપાસની સાથે નિર્ણય લખવામાં આવી રહ્યો છે. આ વચ્ચે કોર્ટની ગલીઓમાં અને લોકોમાં ચર્ચા છે કે નિર્ણય કઈ તારીખે આવી શકે છે.