દિલ્હી ગેરકાયદેસર વસાહતોને કાયદેસર કરવાની મંજૂરી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દિલ્હી ગેરકાયદેસર કોલોનીઓમાં રહેતા ચાલીસ લાખ દિલ્હીવાસીઓને કેન્દ્ર સરકારે મોટી ભેટ આપી છે. તાજેતરમાં દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે દિલ્હીની ગેરકાયદેસર વસાહતો (Delhi unauthorised colonies)ને કાયદેસર કરવાની મંજૂરી આપી દીધી છે. દિલ્હી ઉપરાજ્યપાલે ટ્વિટ કરી આ અંગેની જાણકારી આપી છે. ટ્વિટ મુજબ વડાપ્રધાન અનઓથોરાઇઝડ કોલોનીઝ ઇન દિલ્હી આવાસ અધિકાર યોજના (PM-unauthorized Colonies in Delhi Awas Adhikar Yojna) હેઠળ મંજૂરી આપવામાં આવી છે.

દિલ્હી ઉપરાજ્યપાલે ગેરકાયદેસર કોલોનીઓaના મામલે દિલ્હી ભૂમિ સુધાર અધિનિયમ મુદ્દાને પાછો લેવા માટે નિર્દેશ કર્યા હતા. આ સિવાય દિલ્હીના 79 ગામોનું શહેરીકરણ કરવા પણ મંજૂરી આપવામાં આવી છે. સરકારના આ નિર્ણય પછી કોલોનીમાં વસતા લોકોને તેમના ઘરોના પાકા દસ્તાવેજો મળશે. હવે લોકો સરળતાથી ઘર ખરીદી શકશે.

નોંધનીય છે કે ઓક્ટોબરમાં મોદી સરકારે દિલ્હીની 1797 ગેરકાયદેસર કોલોનીઓને કાયદેસર કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હીના આ ગેરકાયદેસર કોલોનીઓમાં આશરે 40 લાખથી વધારે લોકો વસે છે.