ખાનગી ઈન્સ્ટિટ્યુટના ટીચરે સ્ટુડન્ટનું ગળું દબાવી ટપલીઓ મારી, ઘટના CCTVમાં કેદ

ગુજરાત મુખ્ય સમાચાર

અમદાવાદ: શહેરના સિંધુભવન રોડ પર આવેલી એલેન ઈન્સ્ટિટ્યુટ નામની ખાનગી શૈક્ષણિક સંસ્થાના ક્લાસમાં ટીચરે સ્ટુડન્ટનું ગળું પકડી લીધું હતું. વિદ્યાર્થીનું ગળું પકડીને માર માર્યા બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પરંતુ ઈન્સ્ટિટ્યુટ અને વાલી વચ્ચે સમાધાન થતાં પોલીસ ફરિયાદ થઈ ન હતી. જો કે, આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.
વાલીઓનો પોલીસ સ્ટેશન પહોંચી હોબાળો
ઈન્સ્ટિટ્યુટમાં ગળું પકડીને માર મારવાના બનાવમાં વિદ્યાર્થીના પરિવારજનો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચીને હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીને ગળાના ભાગે ઈજા પહોંચી હોવાની વાત જણાવીને વાલીઓએ હોબાળો કર્યો હતો. દરમિયાન વિદ્યાર્થીનું ગળું પકડનાર શિક્ષક પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. જોકે ઈન્સ્ટિટ્યુટ અને વાલી વચ્ચે સમાધાન થઈ જતા આ મામલે કોઈ પોલીસ ફરિયાદ થઈ ન હતી.