અન્ય રાજ્યોમાં ફસાયેલા શ્રમિકો-વિદ્યાર્થીઓને તેમના રાજ્યમાં જવાની મંજૂરી, પરત ફર્યાં બાદ હોમ ક્વોરન્ટીન થવું પડશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

સરકારે આજે શ્રમિકોને તેમના રાજ્યમાં જવાની મંજૂરી આપી છે. જેને પગલે વિવિધ રાજ્યોમાં ફસાયેલા લાખો શ્રમિકો, પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓને રાહત થઈ છે. આ અંગે કેન્દ્રીય ગૃહ વિભાગે ગાઈડલાઈન પણ બહાર પાડી દીધી છે. આ માર્ગદર્શિકા મુજબ વતન પરત ફર્યાં બાદ હોમ ક્વોરન્ટીનમાં રહેવું પડશે તેમજ નિયમિત હેલ્થ ચેકઅપ પણ કરાવવું પડશે. આ લોકોને ગ્રુપમાં બસ મારફતે રાજ્યમાં લાવવાના રહેશે. આમ વતન પરત ફર્યા બાદ શ્રમિકો, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓએ સ્ક્રિનિંગ કરાવવું પડશે. હાલ ગુજરાતના વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ પણ વિવિધ રાજ્યમાં ફસાયા છે. બીજી તરફ ગુજરાતમાં અન્ય રાજ્યના શ્રમિકો પણ ફસાયા છે.

લોકોને લાવનારી બસને સેનેટાઈઝ કરવાની રહેશે
આ તમામ લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી લાવવામાં આવશે. લોકોને લાવનારી બસને સેનેટાઈઝ કરવાની રહેશે. ફસાયેલા લોકો માટે નોડલ ઓથોરિટી બનાવવાની રહેશે. તમામ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવશે. ગુજરાતમાં અન્ય રાજ્યના અનેક લોકો ફસાયા છે જેઓ પોતાના વતન પરત ફરી શકશે.