નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાન OSDની ધરપકડ, CBIએ 2 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથે પકડ્યો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

CB(સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન)Iએ ગોપાલ કૃષ્ણ માધવ નામના એક શખ્સને રંગે હાથે લાંચ લેતા ઝડપી પાડ્યો છે. માહિતી મુજબ, આ વ્યક્તિ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનો OSD(ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી) છે. સીબીઆઈએ ગોપાલને એ ટેક્સ મામલાને પતાવવા માટે 2 લાખ રૂપિયાની લાંચ લેતા પકડ્યો છે.

ગોપાલ કૃષ્ણ માધવની ગુરુવારે મોડી રાતે એક ઓપરેશનમાં ધરપકડમાં કરવામાં આવી, જ્યારે તે GSTના એક મામલામાં 2 લાખ રૂપિયાથી વધુની લાંચ લઈ રહ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે માધવની ધરરકડ કરવામાં આવ્યા બાદ તરત જ તેને CBI હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા, જ્યાં અધિકારી તેની પુછપરછ કરી રહ્યાં છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની સંડોવણીની વાત પ્રકાશમાં આવી નથી, હજી તપાસ ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું કે માધવ 2015માં સિસોદિયાની ઓફિસમાં હાજર હતા. સીબીઆઈએ આ ધરપકડ એવા સમયે કરી છે કે જ્યારે દિલ્હી ચૂંટણી માટે વોટિંગ થનાર છે. હવે લોકો 8 ફેબ્રુઆરીએ પોતાના સીએમ ચૂંટવા માટે મતદાન કરશે.