પાકિસ્તાને પોરબંદર અને ઓખાની 6 બોટ સાથે 30 માછીમારોનું અપહરણ કર્યું

ગુજરાત મુખ્ય સમાચાર

પાકિસ્તન દ્વારા 30 ભારતીય માછીમારોનું તેમની 6 બોટ સાથે અપહરણ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ આ માછીમારોનું અપહરણ કર્યું છે. પાકિસ્તાન મરિન સિક્યૂરિટી દ્વારા અપહરણ કરવામાં આવેલી બોટ પોરબંદર અને ઓખાની બોટનો સમાવેશ થાય છે. ફિશિંગ કરતી વેળાએ પાકિસ્તાન મરીન સિક્યૂરિટીએ આ બોટ અને માછીમારોનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.