ગાંધીનગર બેઠક માટે અમિત શાહની પસંદગી કેમ કરાઈ?

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

ગાંધીનગર બેઠક પરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહની ઉમેદવાર તરીકે જાહેરાત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર બેઠક પરથી અત્યાર સુધી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાંસદ હતા. પહેલી યાદીમાં લાલકૃષ્ણ અડવાણીનું નામ નથી પણ હજી બે યાદી જાહેર થવાની બાકી છે. રાજકીય વિશ્લેષકોના મત પ્રમાણે તેમનું નામ અન્ય યાદીમાં આવવાની શક્યતા બહુ ઓછી છે. ભાજપના સંગઠનને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા અડવાણી છેલ્લા થોડા સમયથી ભાજપમાં જ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. 2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા, ત્યારબાદ અડવાણી અને નરેન્દ્ર મોદીના સંબંધોમાં કડવાશ આવી હોવાની વાત પણ ચર્ચિત છે. ગાંધીનગર બેઠક પર અડવાણીને ટિકિટ કેમ ન અપાઈ? અને ગાંધીનગર બેઠક માટે અમિત શાહની પસંદગી કેમ કરાઈ? એવા અનેક પ્રશ્નો ચર્ચામાં છે.