ધુળેટીના કલરફુલ રંગો નવસારીના વિજલપોરના જવાનના પરિવાર માટે બેરંગ બન્યા છે. ધુળેટીની બેદિવસની રજા માણવા આવેલ વિજલપોરના સુશીલ બોરી નામના જવાન જે મહારાષ્ટ્રના પૂનામાં આર્મી જવાન ફરજ બજાવતા જવાન બપોર સુધી ઘરમાં અને મિત્રો સાથે ધુળેટી મનાવી હતી. ત્યાર બાદ નવસારીના ઉન ગામે સાંઈ મંદિરે દર્શને મિત્રો સાથે ગયા હતા. અને ત્યારબાદ મટવાડ ગામે થી પસાર થતી અંબિકા નદીમાં નાહવા ગયા હતા. તે દરમ્યાંન આર્મી જવાનનો પગ લપસી જતા આર્મી જવાનનું અંબિકા નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. ઘટનાની જાણ પરિવારને થતા દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મૃતક આર્મી જવાન માતા પિતા પત્ની સાથે એક બાળકીને મૂકીને દેવલોક થયા છે. મૃતક આર્મીના મોટાભાઈ પણ આર્મી જવાન તરીકે ફરજ બજાવે છે. દેશની રક્ષા કરતા આર્મી જવાનના મોત ને પગલે સમગ્ર વિજલપોર પંથકમાં દેશના રક્ષકનો ગમ લાગ્યો છે.

