ભારતમાં આવતીકાલથી યોજાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝનનું પ્રસારણ પાકિસ્તાનમાં નહીં કરવાનો પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ આદેશ આપ્યો છે. પાકિસ્તાનની સ્થાનિક એઆરવાય ન્યુઝ ચેનલને મંત્રીએ જણાવ્યું કે, પાકિસ્તાન આઈપીએલ T20 લીગનું પ્રસારણ કરવા મંજૂરી નહીં આપે.
‘પીએસએલ વખતે ભારતીય કંપનીઓ અને સરકારે પાકિસ્તાન ક્રિકેટ સાથે જે પ્રકારનું વર્તન કર્યું હતું…ત્યારબાદ અમે આઈપીએલને પાકિસ્તાનમાં દર્શાવી શકીએ નહીં,’ તેમ મંત્રી ફવાદ ચૌધરીએ જણાવ્યું હતું.
પુલવામા હુમલામાં 40 સીઆરપીએફ જવાનોના મોતને પગલે ભારતે ફેબ્રુઆરીમાં પાકિસ્તાન સુપર લીગ 2019નું પ્રસારણ અટકાવ્યું હતું. આ ઉપરાંત સુપર લીગનો પ્રસારણ સોદો કરનાર IMG-રિલાન્યસે પણ ટુર્નામેન્ટમાંથી પીછેહઠ કરી લીધી હતી.

