પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર લોકસભા ચૂંટણી પહેલા ભાજપની ટીમમાં જોડાઈ ગયા છે. નાણાં મંત્રી અરુણ જેટલી અને રવિશંકર પ્રસાદની હાજરીમાં દિલ્હીમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે તેઓ રાજકારણમાં ઉતરી શકે છે. તેઓ ટ્વિટર પર હંમેશા અરવિંદ કેજરીવાલની ટીકા કરતા રહ્યા છે. ચર્ચા એવી પણ છે કે, તેમને દિલ્હી લોકસભાની ટિકિટ મળી શકે છે. એવો ક્યાસ પણ લગાવાઈ રહ્યો છે કે તેઓ મીનાક્ષી લેખીની જગ્યાએ દિલ્હીથી ચૂંટણી લડી શકે છે.

