વિજય રુપાણી સામે આચારસંહિત્તા ભંગની ફરિયાદ, જાણો શું કર્યું વડોદરામાં

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

વડોદરામાં આજે ભાજપના ઉમેદવાર રંજનબહેન ભટ્ટે ઉમેદવારી નોંધાવી હતી. આજે તેમણે ઉમેદવારી નોંધાવાના હોવાની સાથે વિજય રુપાણી પણ તેમની સાથે જોડાયા હતા. તેમણે આ દરમિયાન રોડ શો યોજ્યો હતો અને એક સભા પણ સંબોધી હતી. જોકે રોડ શો દરમિયાન સરકારી વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હોઈ કોંગ્રેસે આચાર સંહિત્તાના ભંગની ફરિયાદ કરી છે.

વડોદરામાં વિજય રૂપાણીએ અત્યંક આકરું ભાષણ કર્યું હતું. તેમણે કહ્યું કે આ ચૂંટણી રાષ્ટ્રવાદ અને પરિવારવાદ વચ્ચેની છે તેમણે તો અહીં સુધી કે આ ચૂંટણીને ભારત પાકિસ્તાનની ચૂંટણી ગણાવી દીધી હતી તેણે કહ્યું કે જો કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે.
વડોદરાના જ્યૂબિલી બાગ ખાતે રુપાણીએ રોડ શો દરમિયાન સભા સંબોધી હતી. આ ચૂંટણી હિન્દુસ્તાન પાકિસ્તાન વચ્ચે છે, કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે તેવું રંજન બહેન ભટ્ટ અને વિજય રુપાણી એ જણાવ્યું હતું.