મારો પુત્ર મિત આગળ કોઈ પરીક્ષા નહીં આપે એવો અમારા પરિવારે નિર્ણય કર્યો છે

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

ગઈકાલે MK ભાવનગર યુનિવર્સિટી માંથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીનો પુત્ર મિત વાઘાણી પરીક્ષામાં ચોરી કરતાં પકડાયો હતો.

ભાવનગરની જ સ્વામી વિવેકાનંદ કોલેજમાં BCAના સેમેસ્ટર-1 માં ભણતા મીત વાઘાણીએ રીપીટરની પરીક્ષા આપી હતી પરીક્ષાખંડમાં તે કાપલીઓ સાથે ઝડપાઇ ગયો હતો જોકે સત્તાવાળાઓએ સમગ્ર બાબતને છુપાવવાનો પ્રયત્ન કર્યો છે તેમજ ઢાંકપિછોડો પણ કર્યો છે.

દરમિયાનમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આ સંદર્ભમાં જણાવ્યું છે કે પરીક્ષામાં ચોરી કરતા મારો પુત્ર ઝડપાયો છે તે બાબત દુઃખદ છે પરંતુ કાયદો કાયદાનું કામ કરશે પરંતુ આ ઘટના બાદ અમે પરિવારના લોકોએ એવો નિર્ણય કર્યો છે કે હવે પછીથી અમારો પુત્ર મિત આગળની કોઈ જ પરીક્ષા આપશે નહીં.