વંદેમાતરમના નારા સાથે અમદાવાદ એરપોર્ટ પર અમિત શાહનું ભવ્ય સ્વાગત

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

ગાંધીનગર લોકસભાની બેઠકના ઉમેદવાર તરીકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું નામ જાહેર થયા બાદ તેઓ પ્રથમ વખત અમદાવાદ આવ્યા છે અમદાવાદ એરપોર્ટ પર શુક્રવારે સાંજે 5 વાગ્યાથી જ ભાજપના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં એરપોર્ટ ખાતે ઉમટી પડ્યા હતા.

અમિત શાહ લગભગ સાડા સાત વાગ્યાની આસપાસ નવી દિલ્હીથી આવી પહોંચ્યા હતા એરપોર્ટ ઉપર મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા ગુજરાત ભાજપના પ્રભારી ઓમ મથુર વડાપ્રધાન મોદીના વિશ્વાસુ ગણાતા ભીખુ દલસાણીયા તથા ભાજપ ના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિતના રૂપાણી મંત્રીમંડળના અનેક મંત્રીઓ તથા ધારાસભ્યો અને સંસદસભ્યોએ પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ નું ગુલાબના ફૂલ આપી ભવ્ય સ્વાગત કર્યું હતું.

કાર્યકરોએ વંદેમાતરમ અને ભારત માતા કી જયના નારાઓથી વાતાવરણને ગુંજવી મુકયું હતું. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર રહ્યા હતા. ગળામાં કેસરિયા કેસ નાખીને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા એરપોર્ટની બહાર પણ અમિત શાહના સમર્થકોની લાંબી લાઇન લાગી હતી એરપોર્ટ થી અમિત શાહ થલતેજ સ્થિત પોતાના નિવાસ સ્થાને પહોંચી ગયા હતા સુત્રો જણાવે છે કે અમિત શાહ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના ટોચના નેતાઓ સાથે વાત-ચીત કરી લેશે તેમજ બાકી રહેલા અન્ય સાત બેઠકના ઉમેદવારના નામો પણ ફાઇનલ કરી દેશે જેની જાહેરાત પણ મોડી રાતે થઈ જાય એવી શક્યતાઓ છે.