કોંગ્રેસે આગામી લોકસભાની ચૂંટણી માટે 6 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીનું નામ ગઇકાલે જ ફાઇનલ થયું હતું જેની કોંગ્રેસે સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
કોંગ્રેસે અમરેલીથી પરેશ ધાનાણી, ભાવનગરથી મનહર પટેલ, સુરતથી અશોક અધેવાડા, બનાસકાંઠાથી પારથી ભાટોલ, સાબરકાંઠાથી રાજેન્દ્ર ઠાકોર અને ખેડાથી બિમલ શાહને ટીકિટ આપી છે. આ યાદીમાંથી મોટા ભાગના નામોની જાહેરાત અગાઉ થઇ ચૂકી હતી. પરંતુ કોંગ્રેસ પક્ષ દ્વારા તેમના નામની સત્તાવાર જાહેરાત આજે કરવામાં આવી છે.
ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો
| બેઠકનું નામ | ભાજપના ઉમેદવાર | કોંગ્રેસના ઉમેદવાર |
| અમરેલી | નારણ કાછડિયા | પરેશ ધાનાણી |
| ભાવનગર | ભારતીબેન શિયાળ | મનહર પટેલ |
| સુરત | દર્શનાબેન જરદોશ | અશોક સાચપરા |
| બનાસકાંઠા | પરબત પટેલ | પારથી ભાટોલ |
| સાબરકાંઠા | દિપસિંહ રાઠોડ | રાજેન્દ્ર ઠાકોર |
| ખેડા | દેવુસિંહ ચૌહાણ | બિમલ શાહ |

