મહેસાણાની પ્રતિષ્ઠિત લોકસભા બેઠક પરથી ભાજપે શારદાબહેન પટેલનું નામ જાહેર કર્યું ત્યારથી રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય પ્રગટ થઈ રહ્યું છે. ભાજપના નેતાઓ અને કાર્યકરો પણ શારદાબહેનની પસંદગી સામે આઘાત વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ અત્યંત આધારભૂત રીતે જાણવા મળ્યા પ્રમાણે, શારદાબહેન એ ભાજપનો ‘ટ્રોજન હોર્સ’ યાને દેખાડાનું મ્હોરું છે. ખરેખર તો છેલ્લી ઘડીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને જ મહેસાણાથી ઉમેદવારી કરવાની ફરજ પાડવામાં આવે તેમ બની શકે છે.
